વિકિપીડિયા ગુજરાતી વેબ મીટિંગ ૨

આ રવિવારે અને આવતા રવિવારે ભારતીય સમય મુજબ સવારના ૧૧ વાગ્યે વેબ મીટિંગનું આયોજન કર્યું છે. ખાસ કરીને તો સભ્યોને અમુક મૂળભૂત બાબતોથી અવગત કરાવવા, લેખન અને સંપાદન વખતે તથા ભાષાંતર કરતી વેળા ધ્યાનમાં રાખવા જેવી બાબતો, જેવા મુદ્દાઓ ચર્ચવાનો વિચાર છે. આ ઉપરાંત સભ્યોને કોઈ સમસ્યા હોય તો તેની પણ ચર્ચા કરીશું જ. ગઈ વખતે ૩-૪ જણાં આકસ્મિક સંજોગોને કારણે જોડાઈ નહોતા શક્યા પણ એક સભ્ય સાથે સારી એવી ચર્ચા થઈ હતી. આ વખતે પહેલા સુચન ૨૯ જાન્યુઆરીનું હતું અને પછી ૫ ફેબ્રુઆરીનું. કોઈકને એક તારીખ નથી ફાવે તેમ તો અન્યને બીજી, માટે આ બંને દિવસે મીટિંગ રાખવાનું નક્કી કર્યું છે. જો તમને પણ વિકિપીડિયામાં રસ હોય (અને ના હોય તો રસ લેવો હોય) તો રવિવારે સવારે સ્કાયપ (skype) ID gu.wikipedia પર મળીએ. જો તમે મને ઓનલાઇન મળવાના હોવ તો gu.wikipedia(at)gmail.com પર કે અહીં નીચે પ્રતિભાવમાં જણાવશો તો તે દિવસે સવારે તમારી રાહ જોવાની ખબર પડશે.

આ ઉપરાંત જો ગુજરાતી વિકિપીડિયાની ગતિવિધિઓની જાણકારી નિયમિત રીતે મેળવવા ચાહતા હોવ તો અમારું મેઇલિંગ લિસ્ટ પણ છે, તેમાં જોડાઇ શકો છો.

About ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

4 Responses to વિકિપીડિયા ગુજરાતી વેબ મીટિંગ ૨

  1. GUJARATPLUS says:

    What’s an easy way to post new article on Wikipedia-gu?
    Do they allow copy/paste articles?
    Do your members have fluent English-Gujarati translators?
    Are these members capable to challenge Hindi Wikimedia?

    • ગુજરાતી વિકિપીડિયામાં નવો લેખ લખવા માટેનો સૌથી સરળ રસ્તો છે સભ્યનામ બનાવી ત્યાં લખવાનું શરૂ કરો.
      ના, અન્ય કોઈપણ જગ્યાએ પ્રસિદ્ધ થયેલું કોઈપણ લખાણ બેઠેબેઠું ગુજરાતી વિકિપીડિયામાં ચલાવવામાં આવતું નથી.
      ફ્લુઅન્ટ અંગ્રેજી-ગુજરાતી અનુવાદકોનું શું કામ છે? તે જણાવો તો જવાબ આપવામાં સરળતા રહેશે.
      હિંદી વિકિમીડિયાને ચેલેન્જ કરવાનું? શેના માટે? કયા મુદ્દા પર? અને તેના માટે ગુજરાતી વિકિપીડિયાના સભ્યોની જ જરૂર કેમ પડે?

  2. GUJARATPLUS says:

    ફ્લુઅન્ટ અંગ્રેજી-ગુજરાતી અનુવાદકોનું શું કામ છે? તે જણાવો……….

    For example,you may take a look at this article.you may click on Gujarati or Hindi to read in that language. There are so many subjects in Wikipedia whose translation is not available in Hindi or Gujarati.

    http://en.wikipedia.org/wiki/Mohandas_Karamchand_Gandhi

    This is interesting topic but no translation in Hindi or Gujarati for average readers.

    http://en.wikipedia.org/wiki/Relationship_between_religion_and_science

    હિંદી વિકિમીડિયાને ચેલેન્જ કરવાનું? શેના માટે?
    Take a look at Hindi blogs and see the language clarity and discipline.Hindi is well ahead in knowledge source translations and in language promotion than Gujarati.
    If we can write Sanskrit in Gujarati why not Hindi?

    • http://en.wikipedia.org/wiki/Mohandas_Karamchand_Gandhi ને ગુજરાતીમાં વાંચવા માટે જુઓ http://gu.wikipedia.org/wiki/મહાત્મા_ગાંધી

      અંગ્રેજી વિકિપીડિયામાં યોગદાનકર્તાઓની ઘણી મોટી ફોજ છે, અને હોય પણ ખરી કેમકે દુનિયામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરનારા અબજોની સંખ્યામાં છે, જ્યારે ગુજરાતી ભાષા બોલનારા તેની સરખામણીમાં ઘણા ઓછા અને તેમાં પણ ગુજરાતીમાં લખનારા/વાંચનારા તો એથી પણ ઓછા, માટે અંગ્રેજીમાં ઉપલબ્ધ દરેખ લેખનું ગુજરાતી વિકિપીડિયામાં એકી સાથે હોવું લગભગ અશક્ય છે.

      હિંદી બ્લૉગ્સ સાથે સરખામણી ના કરી શકીએ, કેમકે બ્લૉગ્સ એ વ્યક્તિના પોતાના વિચારો રજૂ કરતું માધ્યમ છે, જ્યારે વિકિપીડિયા આવા વ્યક્તિગત વિચારોને કોઈ મહત્વ આપતું નથી. વિકિપીડિયામાં સસંદર્ભ પ્રસ્થાપિત થયેલા તથ્યોને જ સ્વિકારવામાં આવે છે. બ્લૉગ લેખનમાં લેખકના પોતાના વિચારો તેની પોતાની ભાષામાં રજૂ થાય છે. એટલે ત્યાં તે ખોટી જોડણી વાપરે, ગુજરાતી-હિંદી કે ગુજરાતી-અંગ્રેજીની ખીચડી વાપરે કે ઊંઝા જોડણીમાં લખે તેના ઉપર કોઈ નિયંત્રણથોતા નથી, જ્યારે ગુજરાતી વિકિપીડિયામાં મૂળ જોડણી સાથે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં જ લખવામાં આવે છે (ટેક્નિકલ શબ્દોના અપવાદને બાદ કરતા).

      ગુજરાતી વિકિપીડિયામાં આપને ભાવભર્યું આમંત્રણ છે, આપ જો અંગ્રેજીમાંથીઇ ગુજરાતી કરવાની ફાવટ ધરાવતા હોવ તો આજે જ ગુજરાતી વિકિપીડિયામાં ભાષાંતર કરવાનું શરૂ અક્રો. તેને માટે તમરે ત્યાં ખાતું ખોલવાની પણ જરૂર નથી. કોઈ પણ મદદની જરૂર હોય તો તમે અહિં અથવા ત્યાં મારા ચર્ચાનાં પાનાં (http://gu.wikipedia.org/સભ્યની_ચર્ચા:Dsvyas) પર સંપર્ક કરી શકો છો.

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.