અમદાવાદ શહેરમાં શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટો

આજે ૨૬ જુલાઇના રોજ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં કુલ ૧૭ શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટો થયા, જેમાં પ્રાથમિક અહેવાલ મુજબ આશરે ૨૦ લોકોનાં મોત થયા છે અને સેંકડો ઘાયલ થયા છે. શહેરની સિવિલ, વી.એસ. અને એલ.જી. હોસ્પિટલ આ બોમ્બ ધડાકામાં ઘવાયેલા નિર્દોષ લોકોથી ઉભરાઇ પડી છે. ધડાકા મણીનગર (જવાહર ચોક), સારંગપુર (ફરતા વિસામામાં અને સારંગપુર પુલ ઉપર), ઇસનપુર, બાપુનગર, નારોલ ચોકડી, હાટકેશ્વર, સરખેજ, ઓઢવ, વિગેરે વિસ્તારોમાં થયા છે. (મારા ગુજરાતી વિકિપીડિયાનાં યોગદાનમાંથી)

આમ નિર્દોષ લોકોનાં જાન લેવાથી કે તેમને ઇજા પહોંચડવાથી કોને સુખ મળતું હશે? કોઇ પણ દેશ જો તેની તાકાત ના હોય કે પડોશી દેશ સાથે ખુલ્લું યુદ્ધ ખેલી શકે, તો પછી આ રીતે સામાન્ય નાગરિકોનાં જીવ લેવાથી તેનો કયો રાજકિય હેતુ સિદ્ધ થતો હશે?

અને, જો આને ધર્મનાં નામે વટાવી ખાવામાં આવતું હોયતો, તો એક નરી બર્બરતાથી વિશેષ કશુંજ નથી તેમ મારૂં માનવું છે. કયા ધર્મમાં કે કયા ભગવાને  એમ કહ્યું છે કે પોતાનો ધર્મ અન્ય વ્યક્તિ ઉપર જબરજસ્તી થી ઠોકી બેસાડવો? ધર્મનાં નામે હિંસા ફેલાવવી તેથી મોટું કોઇ પાપ હોઇ જ ના શકે. આવા લોકોને અધમમાં અધમ નર્કમાં પણ ભગવાન જગ્યા ના આપે. જો વ્યક્તિ ધાર્મિક હોય તો ક્યારેય આવું અધમ કૃત્ય ના જ કરી શકે, આવા કાર્યો ફક્ત નપુંસક અને માનસિક રીતે વિકૃત લોકોજ કરી શકે. આપણી પ્રજા ક્યાં સુધી આવા અત્યાચારો સહન કરતી રહેશે? અને આપણા રાજકારણીઓનાં પેટનું પાણી પણ આવી ઘટનાઓથી કેમ હાલતું નથી એ એક મોટો પ્રશ્ન છે. આપણે આને આતંકવાદ કહીએ છીએ, પણ સવાલ એ છે કે આતંક? કેવો આતંક અને શેના માટે? અવા આતંકનું પરિણામ અને ધ્યેય શું? છે કોઇ આ આતંકવાદનો તરફેણ કર્તા કે જે આ સવાલનો જવાબ આપી શકે?

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

One Response to અમદાવાદ શહેરમાં શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટો

  1. lajja(bhani) says:

    bahu mast site che !supavkkkkkk…………
    amazing one

    Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: