અધુરી કવિતાઓ પૂરી કરવામાં મદદ

નાનપણમાં જ્યારે સ્કુલમાં ભણવાનું શરૂ કર્યું ત્યારે સૌ પ્રથમ ટરરર ટરરર ઢમ ઢમ ઢમ કવિતા ભણ્યાનું યાદ છે, તેની થોડી કડીઓ તો યાદ છે, પરંતુ આખી કવિતા ક્યાંય મળતી નથી અને ખબર નથી કે તે હજુ અભ્યાસક્રમમાં છે કે નહી. કોઇને આખી કવિતા આવડતી હોયતો જરા અહીં પૂરી કરી આપશો? તે જ રીતે દલપતરામની અન્યનું તો એક વાંકું, આપનાં આઢાર છે પણ આખી યાદ કરવી છે, કોઇ મદદ કરી શકશે?

ટરરર ટરરર ઢમ ઢમ ઢમ
કરો રમકડા કૂચ કદમ
હાથીભાઇ તો આગળ ચાલે
પાછળ ઊંટ સવારી
ખડાક ખડદડ ઘોડા દોડે
ને શી છટા હમારી
…..

ઊંટ કહે: સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે.
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
અન્યનું 
તો એક વાંકું, આપનાં અઢાર છે.

(આભાર વિનય ખત્રી, સાક્ષર ઠક્કર અને કુમારનો જેમણે આ અધુરી કવિતા પૂરી કરવામાં મદદ કરી…)

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

6 Responses to અધુરી કવિતાઓ પૂરી કરવામાં મદદ

  1. saksharthakkar says:

    પોપટની ચાંચ વાંકી, કુતરાની પુંછ વાંકી
    બગલાની ડોકનો તો વાંકો વીસ્તાર છે.
    સાંભળી શીયાળ બોલ્યો, દાખે ‘ દલપતરામ’
    અન્યનું તો એક વાંકું , આપનાં અઢાર છે.

    અબક – અમારાથી બનતું કર્યું

    Like

  2. આખી કવિતા તો હું યે ગોતુ છું.. કદાચ નીકળી ગઈ લાગે છે…. (લખતા હાથ ધ્રુજે છે…) કારણ મેં તો એ માણી છે… અને ગોખી પણ હતી…
    ખળાક ખડબડ ઘોડા દોડે, ને શી છટા અમારી…
    હોશીયારનો કરી હુકમ, કરો રમકડા કુચ કદમ…

    જય ગુજરાતની કવિતાઓ

    Like

    • ધવલ વ્યાસ says:

      આનંદ થયો કે મારા સિવાય બીજું પણ કોઇક છે જે આ કવિતા શોધે છે. ચાલો ત્યારે આપણે બન્ને ભેગા મળીને શોધીએ, જેને મળી જાય તે બીજાને જણાવે. શું કહો છો? તમે એટલીસ્ટ મારા કરતા એક કડીતો વધારે જાણો છો.

      Like

  3. કવિ દલપતરામની કવિતા વાંચવા માટે અહીં ક્લિક કરો.

    Like

    • ધવલ વ્યાસ says:

      વિનયભાઈ ઘણો ઘણો આભાર કે તમે મને આ કડી મોકલી, તમે નથી જાણતા કે મને કેટલો આનંદ થયો છે. ફરી એકજ વખત આભાર.

      Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: