મુંબઇ પરનાં આતંકવાદી હુમલા પછી શું ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું જોઇએ?

તંત્રી શ્રી,

આપની સાથે સહમત છું કે નિર્દોષ માનવીનાં મોત પર ખેલાઈ રહેલાં રાજકારણથી સહુ કોઇ દુ:ખી છે, અને આ દુ:ખમાં મારા જેવા પરદેશ વસતાં ભારતિયો પણ બાકાત નથી. પરંતુ, મારી વાત કરૂં તો મને દુ:ખ રાજકારણીઓથી પહોંચે છે નહી કે આવા રાજકારણથી. આટલા મોટા આતંકવાદી હુમલા પછી પણ કોઇનાં પેટનું પાણી હલ્યું હોય તેવું લાગતું નથી. ૨-૩ રાજકારણીઓનાં રાજીનામા અને ગૃહ મંત્રીની બદલી સિવાય શું પગલાં ભરવામાં આવ્યાં? કેમ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની તાકિદની બેઠક તે ત્રણ દિવસ દરમ્યાન ના બોલાવવામાં આવી? શું તે હુમલાને દેશ પરનાં હુમલા તરિકે નહોતો ગણવામાં આવ્યો? કે પછી કહેવાતી રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ આટલા મોટા હુમલા કરતાં પણ વધુ ગંભિર એવા કોઇક મામલામાં વ્યસ્ત હતી? જો તેમ હોય તો શું દેશવાસીઓ જાણી શકે છે કે એવો એ કયો મુદ્દો હતો?

અરે એ વાત જવા દઈએ, તો જ્યારે એવા દાવા કરવામાં આવે છે કે દુપ્તચર સંસ્થાએ આવો કોઇક હુમલો થઇ શકે છે, તે પણ દરિયા માર્ગે આવેલા હુમલાખોરો દ્વારા, કોઈક મોટી હોટલ ઉપર, વિદેશીઓ ઉપર, વિગેરે માહિતિ ગૃહ ખાતાને અને સુરક્ષા ખાતાને આપી હોવા છતાં કેમ કશું કરવામાં આવ્યું નહોતું? આ બધા સવાલો ઉઠાવવાને બદલે નપાવટ રાજકારણીઓ વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા પોત પોતાનાં ફાલતું નિવેદનો કરવા ઉભા થઈ ગયાં હતાં અને તેની હદ તો ત્યારે આવી જ્યારે, ગુજરાતનાં મુખ્યમંત્રીનું રાજીનામું માંગવામાં આવ્યું, કેમ? કેમકે, આતંકવાદીઓ ગુજરાતનાં દરિયાઇ માર્ગે મુંબઈ આવ્યાં હતાં? આ મુર્ખ રાજકારણીની …માં છાણ નહોતું કે તે પોતે રાષ્ટ્રીય ફલક પર વડાપ્રધાનને યુદ્ધ માટે કે પાકિસ્તાનની સીધી સંડોવણી છે તેવી સત્તાવાર જાહેરાત કરવા માટે કહે?

આપણને સહુને શુરાતન ચઢે અને આવા સમયે પ્રચાર-પ્રસારનાં માધ્યમો પણ લોકોને જોર ચઢાવે કે યુદ્ધ થવું જોઈએ, હું પણ માનું છું કે યુદ્ધ થવું જોઈએ, અને ખાસ કરીને અત્યારે જ્યારે ભારત પાસે બહાનું છે, ત્યારે યુદ્ધ કરીને પાકિસ્તાન ને કચડી નાંખવું જોઈએ. પરંતુ, શુંત્યારે વૈશ્વિક સ્તરે જ્યારે મંદીનું મોજુ ફરી વળ્યું છે, અને દુનિયાભરમાં બેકારી ાને સાથે સાથે મોંઘવારી વધતી જાય છે, ત્યારે શું આપણામાંથિઇ કોઈએ વિચાર્યું છે, કે યુદ્ધનો ખર્ચ સરકાર ક્યાંથી ઉપાડશે? યુદ્ધનો અર્થ એ છે કે, મોંઘવારીમાં વધારો, દેશમાં આંતરિક સુરક્ષામાં ઢીલ. અને એ બધાથી પર, યુદ્ધનું પરિણામ શું હશે? ચાલો માની લઈએ કે ભારત પાકિસ્તાનને યુદ્ધમાં હરાવી દે છે, તો શું પાકિસ્તાનને ભારતમાં ભેળવી દેવામાં આવશે? માની લઈએ કે આમ કરવામાં આવે તો શું આ બધી સમસ્યાનો અંત આવી જશે? આપણે એ ના ભુલવું જોઇએ કે પાકિસ્તાન તરફથી લડતાં અને આતંકવાદ ફેલાવનારા લોકો એ જ પાકિસ્તાનની ધરતી પર જન્મેલા કે વસેલા છે, જે ઇસ્લામનાં નામ પર પોતાનાં પ્રાણ ન્યોચ્છાવર કરવા તૈયાર થઈ જાય છે, આવા લોકોને શું ભારત શોધી શોધીને જેલમાં નાં ખી શકશે? તેમનાં શદય પરિવર્તન કરી શકશે? તેમનાં મગજમાં ઘર કરી ગયેલી મૂર્ખામી ભરેલી માન્યતાઓ અને વ્યર્થ અધાર્મિક જેહાદને તેમનાં દિલો દિમાગમાં થી કાઢી શકશે? જો આબધું શક્ય હોય તો આવતી કાલે જ યુદ્ધની જાહેરાત કરવા માટે દેશભરમાં આંદોલનો થવા જોઈએ.

જો કે ભાવનાઓમાં વહી ગયા વગર હું પણ અત્યારે હ્રદયને એક બાજુએ મુકીને ફક્ત બુદ્ધિથી વિચારીને તેમ જ માનું છું કે આ જ યોગ્ય સમય છે અને હવે કહ્રેખર સમય આવી ગયો છે કે ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધ છેડી જ દેવું જોઇએ, અમેરિકાનું સાંભળીને ક્યાં સુધી ચુપ બેસી રહીશું? જગ જાહેર છે કે અમેરિકાનાં અનેક હિતો પાકિસ્તાન સાથે સંકળાયેલાં છે એટલે તે ક્યારેય ભારતને યુદ્ધ કરવા નહી પ્રેરે, પણ શું અમેરિકા આપણા ભારતિયોનાં, આતંકવાદી હુમલાઓમાં મરી ગયેલાં દિકરાઓ, માઓ, જવાનોને પુનર્જિવિત કરી આપે છે? કે તેમનાં ઘરોમાં આવકનો અને પ્રેમનો સ્ત્રોત વહાવતું રહે છે? ના ને? તો પછી શા માટે એવા બે મોઢા વાળા દેશનો મત કે ધમકી માનવી જોઈએ? ભારતનાં મૂર્ખ રાજકારણીઓ, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે….

(ગુજરાતી દૈનિક ‘સંદેશ’નાં તંત્રીને લખેલો પત્ર)

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

3 Responses to મુંબઇ પરનાં આતંકવાદી હુમલા પછી શું ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું જોઇએ?

 1. સુંદર અવલોકન. અભિનંદન!

  મુંબઈમાં થયેલાં આતંકી હુમલાના સંદર્ભમાં મારા બ્લૉગ પર એક પોસ્ટ મૂકી છે. કદાચ આપને ગમશે.શીર્ષક છે…

  ‘મીડિયા, મુંબઈમાં આતંકી હુમલો, ‘વેન્ડસ-ડે’ અને ‘કોમન મેન’ (
  http://kcpatel.wordpress.com/2008/11/30/305/ )

  (શબ્દસ્પર્શ)
  કમલેશ પટેલ
  http://kcpatel.wordpress.com/

  Like

  • ધવલ વ્યાસ says:

   માફ કરજો કમલેશભાઇ, જવાબ આપવામાં ઘણુ મોડુ થયું. તમારૂં અવલોકન ખુબજ સારૂં છે. હું તો બ્લોગની દુનિયામાં નવો નિશાળિયો છું.

   Like

 2. Ashish says:

  saras post che. Tamaro blog vachine anand thayo

  Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: