બહુચર્ચિત ઉંઝા જોડણી અને મારા વિચારો

સો ટકા સાચી વાત છે વિશાલભાઈ (માફ કરજો વીશાલભાઈ), કોઈ નવશીખીયાની પીંપુડી સાંભળીને જો છોકરા ઘેલા થાય તો એનો અર્થ એ નથી કે તે મહાન પીંપુડી વાદક છે. આમ, જો આજે ‘ઉંઝા જોડણી’ને સારી કહેનારા લોકોની સંખ્યા થોડી વધી હોય તો એનો અર્થ એ નથી થતો કે તે શ્રેષ્ઠ છે. આમ કરવાથી આપણે આપણી ભાષાનું ખૂન કરવા સિવાય બીજું કશું નથી કરી રહ્યાં. તમારે ફક્ત પ્રસિદ્ધિ જ જોઇતી હોય તો અન્ય અનેક માર્ગો છે, કરવા જેવા ઘણા કામો અને પ્રચારો છે, તે કરીને વાહવાહ મેળવોને? શું કામ આવી સુંદર ગુજરાતી ભાષાની પાછળ પડી ગયા છો? અરે કહેવાતા સુધારકો અને પ્રચારકો, પાણિ અને પાણી તથા પુર અને પૂર વચ્ચેનો ભેદ કેવી રીતે પારખશો આ તમારી ઉંઝા જોડણીથી?

ભૂલો આપણે બધા જ કરતાં હોઈએ છીએ, એનો અર્થ એ નથી કે અઘરી (અઘરી પણ નહી કહેવાય, સાચી) વસ્તુ છોડીને સહેલી વસ્તુનું શરણુ સ્વિકારવું. નાના હતા ત્યારે ખાતા-ખાતા આપણા હાથમાંથી ઘણી વખત ખાવાનું પડી કે વેરાઇ જતું હતું, શું તેનાથી છુટકારો મેળવવા માટે આપણા માતા-પિતાએ આપણને એવું ખાવાનું આપવાનું બંધ કર્યું? ના, તેમણે આપણને સાચવીને, ના ઢોળાય-વેરાય તેમ કેવી રીતે ખાવું તે શીખવ્યું. તે જ રીતે અઘરી જોડણીથી દૂર ભાગવાને બદલે તેને શીખવાથી જે સંતોષ મળે છે તે આવા મહાન ક્રાંતિકારીઓને ક્યારેય નહી સમજાય.

(ઉંઝા જોડણી વિષે વિશાલ મોણપરાના ગુર્જરદેશ.કોમ પરનાં લેખમાં મારી ટિપ્પણીમાંથી)

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

6 Responses to બહુચર્ચિત ઉંઝા જોડણી અને મારા વિચારો

 1. Bhargav Maru. says:

  વાત સાચી છે.
  ભાષા ને જીવતી અને સમૃદ્ધ રાખવા માટે સાચી જોડણી ઘણી અગત્ય ની છે.
  હુ, તો હંમેશા ભૂલો કરું છુ, અને જ્યાં ભૂલ હોય તો સુધારવા તૈયાર છુ.

  તમારી વાત સોળ આની સાચી છે, પણ માફ કરજો કેહવા ની રીત ખુચે એવી છે. આજ વાત જો આપે પ્રેરણાદાયક શબ્દો મા લખી હોત તો કદાચ વધારે લોકો આનું મહત્વ સ્વીકારેત.
  બરોબર છે કે ગુસ્સો આવે જયારે, લોકો નાદાનિયત ભરી વાતો કરે, પણ મન પર લાગે તેવા શબ્દો નો ઉપયોગ કોઈ ઉપાય નથી.

  મને ખાત્રી છે કે જો તમે કોઈ ને સાચી જોડણી સમજાવશો તો તેઓ સહર્ષ સ્વીકારશે, હુ તો ખરો જ. 🙂

  ભાર્ગવ.
  તા.ક : આ પ્રતિભાવ મા જો કોઈ જોડણી ની ક્ષતિ થઇ હોય તો ધ્યાન દોરવા વિનંતી છે.

  Like

  • ધવલ વ્યાસ says:

   ભાર્ગવભાઈ, તમારી વાત ધ્યાન પર લેવા જેવી છે, કે કહેવાની રીત ખુંચે એવી છે. પરંતુ, તમે જ વિચારો કે, કોઇ બુદ્ધિશાળી માણસ જ્યારે બાળકબુદ્ધિની વાત કરીને દુનિયાને (અને તમે તે દુનિયામાં હોવાને કારણે તમને પણ) તે વાત મનાવવાનો પ્રયત્ન કરે ત્યારે તેના પર હસવું આવે કે ગુસ્સો આવે? અને બસ આ જ ગુસ્સામાં મને જે સુઝ્યું તે લખી નાંખ્યું. મારો લોકોને મારી વાત મનાવવાનો કોઇ ઇરાદો નથી, જો હું તેમ કરવા નીકળું તો મારી પોતાની જોડણી અને વ્યાકરણ પાકું હોવું જોઇએ, જે નથી અને કદાચ બહુ લાંબે ગાળે થશે (જો થશે તો). મેં તો ફક્ત મારા મંતવ્યો રજુ કર્યા, જેને જે યોગ્ય લાગે તે કરે, કોઇકને લાગે કે ઉંઝાની સરળતા યોગ્ય છે તો ભલે અપનાવે, પણ મારા મતે તે ખોટું છે અને રહેશે.

   અને હા ભાર્ગવભાઈ, તમારી વાત સાથે સહમત થઈને, તેઓને ‘નવશીખીયા’, ‘કહેવાતા સુધારકો અને પ્રચારકો’ તથા ‘મહાન ક્રાંતિકારીઓ’ જેવા નામોથી નવાજ્યા છે, જેથી કદાચ મરી ભાષામાં રહેલી અશિષ્ટતા હવે નહી રહે અને કોઇને ખુંચશે નહી તેમ માનું છું, મને આથી સારા શબ્દો નથી સુઝતા તે બદલ માફી માંગું છું.

   Like

 2. અશોક says:

  ધવલભાઇ,નમસ્કાર. આજે અન્ય બ્લોગ પર સફર કરતા કરતા અહીં સુધી પહોંચ્યો, પ્રથમતો ક્ષમા માંગુ છું કે આપણી મુળ ચર્ચા ’કર સાહેબ…’ પર આગળ કશું લખી ન શક્યો,જો કે વધુ ચર્ચા કરીશું ખરા. અમે મિત્રો અગાઉ (અમારે ત્યાં ફોન અને નેટ ન હતા ત્યારે!)પત્રવ્યવહાર દ્વારા ’ચેસ’ની રમત રમતા,જેમાં લાંબા ગાળે એકએક ચાલ ચલાતી. ફરી આપણે પણ એ જુના સમયનો આનંદ લઇએ !!

  જોડણી પર આપનાં વિચારો વાંચ્યા (હવે સારા ખરાબ બાબતે કશું નહીં કહું, કારણકે અન્યનાં વિચારો વાંચી શકાય,અપનાવી પણ શકાય,પરંતુ તેનો ન્યાય કરવાની સત્તા આપણને નથી હોતી. વિચારો સમય અને સંજોગો પર આધારીત હોય છે!). આતો આડવાતે ચડ્યા, આ વિષય પર હાલમાં ઘણી ચર્ચાઓ ચાલે છે. ક્યાંક ક્યાંક તો ઘણી ઉગ્ર ચર્ચાઓ પણ ચાલે છે. માટે મને લાગે છે કે આ બાબતનો નિવેડો લાવવાનું કાર્ય તેનાં જાણકારો માટે રાખી ’આપણા’ જેવા શિખાઉ લોકોએ (આ આપને પણ જાણીજોઇને સામેલ કર્યા છે!! વાંચો ઉપરજ આપની કબુલાત!) આપણું જ્ઞાન મેળવવાનું કાર્ય ચાલુ રાખવું. અને શક્ય તેટલી ’શુદ્ધભાષા’ વાપરવાનો પ્રયાસ કરવો. બાકી બધાની જોવાની દ્રષ્ટિ ભિન્નભિન્ન હોઇ શકે છે, આ બાબતે આજેજ એક સુંદર બોધકથા વાંચી જે આપને ફરી ક્યારેક અહીંજ લખીશ (ચેસ!!!). આભાર.

  Like

 3. ધર્મના ધુરંધર સાધુ, બાવાઓ પોતાની ખોટી માન્યતા અને વીચારધારને સાચી ઠસાવવા ઘણાં પ્રયત્નો કરે છે એવું જ આ સાચી જોડણીવાળા ઠસાવવા માંગે છે. ઉંઝા જોડણીમાં પુર્વ કે પૂર્વ, વીધી કે વિધિ એ તપાસવાની કે જોડણીકોશ જોવાની જરુર રહેતી નથી. આ જોડણીવાળાને ખબર નથી એસ.એમ.એસ.ની ભાષામાં આ જોડણીનો ખો નીકળી જવાનો અને જેમ જેમ શીક્ષણનો વ્યાપ વધશે તેમ તેમ આ ધર્મ ધુરધરો ધધુપપુઓનો પણ ખો નેકળી જવાનો.

  Like

 4. ishant says:

  ખોટી જોદનીમાં ન લખતાં ઊંઝાની ખોટી જોદની અપનાવો.

  Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: