જે ભાષા આપણને રોજી-રોટી રળી આપે છે તેના પ્રત્યે આટલી બેદરકારી કેમ?

મને ભારતથી દૂર રહીને પણ, ભારત અને ખાસ કરીને મારા અમદાવાદ-ગુજરાતના સમાચાર વાંચવાની ચટપટી હંમેશા રહેતી હોય છે, અને માટે જ જ્યારે સમય મળે ત્યારે ગુજરાતી છાપાઓની વેબસાઈટ્સ ખોલી લેતો હોઉં છું. સાચું કહું તો ‘ગુજરાત સમાચાર’ માટે મને હંમેશા લગાવ રહ્યો છે, કારણ કદાચ એ હોઈ શકે કે બાળપણથી ઘરમાં તે વાંચતો આવ્યો છું, પરંતુ છેલ્લા થોડા સમયથી તેમાં જે વાસી સમાચારો છપાય છે તેના કારણે જરા તે પ્રેમ ઓછો થઈ ગયો છે, અને દિવ્ય ભાસ્કર પ્રત્યેનો પ્રેમ તેના ત્વરિત સમાચાર આપવાના ગુણને કારણે વધ્યો છે. પરંતુ, ‘દિવ્ય ભાસ્કર’માં લખવામાં આવતી લેખન શૈલિ, મુખપૃષ્ઠ પરની બિભત્સ તસવિરો, હિંદી મિશ્રિત ભાષા જેવા અનેક અવગુણો હંમેશા ખુંચતા રહ્યા છે. આજે તો ‘દિવ્ય ભાસ્કરે’ હદ જ કરી નાંખી, એક સમાચારનાં શિર્ષકમાં તેણે લખ્યું છે, “બુધવારનો દિવસ અપસુકનીયાર સાબિત થયો”, હવે આપ જ કહો કે આ “અપસુકનીયાર” શબ્દનો શું અર્થ થાય? શું દિવ્ય ભાસ્કર પાસે કોઈ ગુજરાતી બોલતા, પત્રકારો, ટાઈપિસ્ટો કે પ્રુફ રિડરો નથી? કે શું તેની પાસે ગુજરાતી શબ્દકોષ કે ગુજરાતી જોડણીકોષ નથી? શું આ જ ગુણવત્તા છે ગુજરાતી ભાષાની જે આપણે આ કહેવાતા ગુજરાતનાં “લિડીંગ ન્યુઝ પેપર” પાસેથી અપેક્ષા રાખવી જોઈએ? “અપસુકનીયાર” ને બદલે સાચો શબ્દ “અપશુકનિયાળ” લખવામાં પણ શું દિવ્ય ભાસ્કરને અપશુકન નડતા હતા? મને વળી વળીને પ્રશ્ન થાય છે કે જે ભાષા આપને રોજી-રોટી રળી આપે છે તેના પ્રત્યે આટલી બેદરકારી કેમ? ગુજરાતી ભાષા પ્રત્યેની આતલી બધી નિરસતા કેમ?

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

5 Responses to જે ભાષા આપણને રોજી-રોટી રળી આપે છે તેના પ્રત્યે આટલી બેદરકારી કેમ?

 1. કોઈને ના કહો તો રહસ્ય જણાવું? મેં સાંભળ્યું કે દિવ્ય-ભાસ્કર તેની વેબસાઈટ માટે નોન-યુનિકોડમાંથી યુનિકોડ પરિવર્તન કરે છે. હવે તે સોફ્ટવેર ૧૦૦% સક્ષમ નથી એટલે આવા છબરડાં સીધાં જ દેખાઈ જાય છે. કદાચ દિ.ભા.ને વેબસાઈટ માટે પ્રૂફરીડર રાખવાનું બજેટ નથી.

  હોમપેજ પર બિભત્સ ચિત્રો વાળી વાત સો ટકા સાચી. અરે, પ્રિન્ટ એડિશનમાં પર જરૂર વગરના ફાલતુ ફોટાઓ છાપે રાખે છે, જે મોટાભાગે જગ્યાઓ ભરવા માટે હોય છે.

  Like

  • ધવલ વ્યાસ says:

   ચાલો, આ તમે અંદરની વાત કહી તે પરથી લાગ્યું કે આવું કેમ થાય છે, પણ, એવું નથી કે ફક્ત તેની વેબસાઈટમાંજ છબરડા હોય છે, હું ગયા મહિને જમદાવાદમાં હતો, અને મારા મમ્મી હવે ઘરે દિવ્ય ભાસ્કર મંગાવે છે, કેમકે તે દર ૨-૩ મહિને ગીફ્ટ આપે છે ને માટે, અને તેના કારણે હું તેની છાપેલી આવૃત્તિ પણ વાંચતો હતો, તેમાં પણ ડગલે ને પગલે આપણને ભાષા, વ્યાકરણ અને જોડણીની ભૂલો દેખાય. તમને તો ખબર છે કે મારું જોડણીનું જ્ઞાન કાંઈ વિશેષ નથી, ભૂતકાળમાં કદાચ તમે પણ મારી ભૂલ કાઢેલી છે, હવે જો મારા જેવો નવસિખીયો ભૂલો શોધી શકતો હોય તો જાણકારની તો શી ખબર શું હાલત થતી હશે?

   અને ફક્ત જગ્યા પૂરવા માટે બિભત્સ તસવિરો છાપે છે તેવું નથી, મને લાગે છે કે આજકાલની યુવાપેઢીને આકર્ષવા થઈને તે આવા ફોટા છાપતાં હશે, પણ જે હોય તે શરમજનક બાબત છે કે પ્રસિદ્ધિ માટે અખબારે આવું પીળા પાનાનું સાહિત્ય અપનાવવું પડે.

   આ ઉપરાંત મેં એક વાત એ પણ નોંધી છે કે તેમાં હિંદી ભાષાનાં શબ્દો અને શૈલિનો પણ સવિશેષ ઉપયોગ થાય છે, કદાચ તેના પત્રકારો હિંદી ભાષી હશે, અથવાતો હિંદી અખબારોમાંથી માહિતી ઉઠાંતરી કરીને અહીં ભાંગ્યું-તુટ્યું ભાષાંતર કરીને છાપી દેતા હોય.

   Like

 2. તમારી વાત તદ્દન સાચી છે હું પણ પહેલા ગુજરાત સમાચાર વાંચતો હતો પરંતુ હવે સારા લેખકો બધા ભાસ્કર માં જતા રહ્યા છે, અને ભાસ્કર તો માત્ર ને માત્ર પૈસા કમાવા માટે જ અહિયા આવ્યુ છે, તેને ગુજરાત કે ગુજરાતી ભાષા ની કંઈ પડી નથી, હમણા નો જ દાખલો છે ભાસ્કર હવે પેપર નાપૂર્તી સાથે રુપિયા ૫/- કરવા ની વેતરણ મા છે, એક વખત રુપિયા ૫/- મા પેપર બાર પણ પાડ્યુ પરંતુ આખા અમદાવાદ ના એજન્ટોએજ તેનો વિરોધ કરી ને તે દિવસે ભાસ્કર લીધુ જ નહી. તે દિવસે અમદાવાદ મા કોઈ ના ઘરે ભાસ્કર આવ્યુ નહોતુ. ( આ માહિતિ મને એજન્ટેજ આપી હતી )

  Like

 3. દિવ્ય ભાસ્કરની વેબટીમની કામ કરવાની રીત એવી છે કે આવા છબરડા થાય છે. દિવ્ય ભાસ્કરમાં અડધા ‘ચ’ને બદલે ‘ર’ છપાય છે. એને કારણે ‘સર્વોચ્ચ’ શબ્દ ‘સર્વોરચ’ બની જાય છે. આ જુઓ…
  http://www.divyabhaskar.co.in/2008/08/13/0808132222_rate_sbi.html

  Like

 4. I prefer divya bhadkar over Gujarat samachar. Also i love to read fiction and spiritual related articles. It always give true feeling to read in Gujarati.

  Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: