હું તો તમે કહો તે જ કરૂં છું!

હું તો તમે કહો તે જ કરૂં છું!  આ વાક્ય દરેક પરિણીત પુરૂષ તેના સમગ્ર વિવાહિત જીવન દરમ્યાન તેની પત્ની પાસેથી અનેક વાર સાંભળતો હશે.  હું પણ તેમાં અપવાદ નથી.  અને આ વાક્યનો અર્થ શું થાય તે પણ સહુને ખબર જ હશે. મારો તાજેતરમાં મારી એકની એક વ્હાલસોયી પત્ની સાથે થયેલો સંવાદઃ

ધર્મપત્ની: જયંતી માતાજીનો ફોન હતો, આપણે આ રવિવારે મંદિરમાં કુકીંગનો વારો છે તો પુછતા હતા કે શું બનાવવાના છીએ જેથી તે ખુટતી વસ્તુઓ લઈ રાખે.

હું: તુ જે કહે તે. તુ નક્કી કર.

ધર્મપત્ની: મારે જ નક્કી કરવું હોત તો તો મે કહી ના દીધું હોત? તમને પુછ્યા વગર હું કશું નથી કરતી, તમે કહો તેમ જ કરૂ છું. બોલો શું બનાવીશું?

હું: પુરી, ગમે તે કોઈક શાક, રીંગણ-બટાકા કે કોબી-બટાકા…..

ધર્મપત્ની: (મને વચ્ચેથી કાપતા) ના, હું શું વિચારતી હતી કે છોલે-પુરી બનાવીશું? આપણે ચણા આગલા દિવસે પલાળી દઈશું એટલે જઈને સીધુ કુકર મુકી દેવાય.

હું: ઓકે, બરાબર છે (બીજો કોઈ પર્યાય હતો મારી પાસે?)

ધર્મપત્ની: અને બીજું?

હું: ગઈ વખતે કઢી બનાવી હતી, તો આ વખતે મગની દાળ કે આપણી રોજના જેવી તુવેરની દાળ…

ધર્મપત્ની: (ફરી એક વખત, અધવચ્ચેથી કાપતા) હા, પણ હું એમ કહું છું કે વઘારેલી મસાલાવાળી છાશ બનાવી દઇએ તો કેવું રહેશે? એની સાથે પુલાવ જેવો ભાત કરી દઈશું.

હું: બરાબર છે.

ધર્મપત્ની: અને હા, મીઠાઈમાં?

હું: (પહેલાના સંવાદ પરથી પાઠ ભણી ગયો હતો) મને કાંઈ સુઝતુ નથી. તુ કહે..

ધર્મપત્ની: ના, તમે કહો ને?

હું: જો આપણે શીરો તો ગઈ વખતે બનાવ્યો હતો, સેવો પણ લોકો વારે ઘડીએ બનાવતા હોય છે, બીજું શું બનાવી શકીએ?

ધર્મપત્ની: મને ઈચ્છા થાય છે શીખંડ બનાવવાની. કોઈ બનાવતું નથી તો ભક્તો એ બહાને ખાય, અને નોન-ગુજરાતીઓને શીખંડમાં મઝા પણ આવશે.

હું: ચોક્કસ. સરસ આઈડિયા છે.

ધર્મપત્ની: તો હું માતાજીને ફોન કરીને કહી દઉં કે તમેશી દેશો?

હું: અરે તુ જ કહી દેને, અને તેમને કેટલું શું લાવવું તે પણ કહી દેજે.

ધર્મપત્ની: ઓકે. થેન્ક યુ!

હું: અને હા, જો આ બધુ બનાવીએ છીએ તો સાથે મેથીના ગોટા પણ બનાવી દઈશું. એમને કહેજે મેથીની ભાજી લેતા આવે.

ધર્મપત્ની: એનું જોઈશું. હું આટલુંતો એમને કહી દઉં છું, ગોટાનું વિચારીશું.

મને સોની ટીવી પર આવતી ગુજરાતી પરિવારની પૃષ્ઠભૂમિ વાળી સિરિયલ ‘સુખ બાય ચાન્સ’ના ધીરૂભાઈનું બ્રહ્મ વાક્ય “ભલે!” યાદ આવી ગયું અને મારો ચહેરો પણ એમના જેવો જ થઈ ગયો…!

શબ્દોની સમઝ:

માતાજી: અમે લોકો હરે કૃષ્ણમાં માનીએ છીએ, અને અમારા સંપ્રદાયમાં દરેક સ્ત્રીને માતાજી અને પુરુષને પ્રભુ કે પ્રભુજી તરિકે સંબોધવામાં આવે છે.

કુકીંગનો વારો: ઇસ્કોનનાં દરેક મંદિરમાં દર રવિવારે ભજન-સત્સંગ અને પ્રસાદનો કાર્યક્રમ હોય છે. અમારે અહીં લંડનમાં ભક્તો ભેગા થઈને રસોઈ બનાવે, અને જે મંદિરમાં અમે જઈએ છીએ તે નાનું હોવાથી, દર રવિવારે આશરે ૪૦-૫૦ ભક્તો આવે છે, જેમના માટે પ્રસાદ બનાવવાનો હોય અને દીક્ષા લીધેલા ભક્તો ઓછા હોવાથી, અમે ચાર પરિવારો વારાફરતી રસોઈ કરીએ, એટલે મહિને એક રવિવાર અમારો વારો હોય

પ્રસાદઃ આપણે જે ખાઈએ તે ભગવાનને ભોગ ધરાવ્યા બાદ ખાવાનું હોય, અને માટે તે પ્રસાદ કહેવાય. આપણા મંદિરમાં હથેળીમાં મળે તેને જ પ્રસાદ કહેવાય, પણ ઈસ્કોન મંદીરોમાં થાળીમાં પ્રસાદ આવે, એટલે કે સંપૂર્ણ ભોજન હોય.

દીક્ષા: જૈન ધર્મની દિક્ષા અને અમારી દીક્ષામાં આસમાન-જમીનનો ફરક. અમારી દીક્ષાનો અર્થ કે જેણે ગુરૂ બનાવ્યા હોય તે. દીક્ષિત એટલે એવો ભક્ત જે કોઈક ગુરૂનો શિષ્ય હોય.

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

One Response to હું તો તમે કહો તે જ કરૂં છું!

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: