હિમવર્ષા અને સરકારી તંત્ર

સ્કોટલેન્ડ અને નોર્ધન ઇંગ્લેન્ડમાં છેલ્લા ૩-૪ દિવસથી હિમવર્ષા ચાલુ હતી, અને લંડનમાં ક્યારે અવે તેની ઘડીઓ ગણાતી હતી. જે ગઈકાલે (સોમવારે) મધરાતે આવી પહોંચી, અને આવી તે એવી કે હવે ૩ દિવસ સુધી જવાનું નામ નથી લેવાની. આજે સવારે ઓફિસ જવા નીકળ્યો ત્યારે લાગતું હતું કે ગયા બે વરસના અનુભવ પરથી આ વર્ષે સરકારી તંત્રો તૈયાર હશે, પણ ના, એ આશા ઠગારી નિવડી. સવારથીજ ટ્રેનો અડધો અડધો કલાક લેટ. ઘણી બધી બસો કેન્સલ, અને તે જાણીને સવારે તો આનંદ થયો કે ચાલો, સદનસિબે મારે બસનો ઉપયોગ કરવાનો નહોતો, ટ્રેન અને પછી ટ્યૂબ, બસ અને આપણે ઓફિસમાં. પણ સુસવાટાબંધ પવન અને બરફની ઝરમરમાં જ્યારે ૧૫ મિનીટ ચાલીને સ્ટેશને પહોંચ્યો ત્યારે જોયું કે બધી જ ટ્રેનો ઓછામાં ઓછી અડધો કલાક લેટ. પોણા નવને બદલે સાડા નવે ઓફિસ પહોંચ્યો. આખો દિવસ બારમા માળની કાચની દિવાલોમાંથી બહાર પડી રહેલો બરફ નિહાળે રાખ્યો અને ઘરે શેફાલી જોડેથી કેવો અને કેટલો સ્નો પડે છે તેનો અહેવાલ લીધે રાખ્યો. સાંજે ઘરે જવા નિકળ્યો અને ટ્યૂબ બરાબર ચાલતી હતી એટલે ફરી પાછી ખુશી થઈ, પણ જેવો લંડન બ્રિજ સ્ટેશન પહોંચ્યો કે ટોળેટોળા જોતાં જ ફાળ પડી, સ્ટેશનમાં ફક્ત એક જ ટ્રેન ઉભી હતી, અને ડિસ્પ્લે બોર્ડ કોરૂં. સિગ્નલિંગ પ્રોબ્લેમ અને બ્રોકન ડાઉન ટ્રેનને કારણે સાઉથ લંડનનો સમગ્ર ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. છેલ્લ ૩ વર્ષથી ભારે હિમવર્ષા થાય છે, ગયા વર્ષે અહીં ઠંડીએ ૩૧ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો, અને આ વર્ષે કહે છે કે ગયા વર્ષનો પણ રેકોર્ડ તૂટવાનો છે. દર વર્ષે બરફ પડે ત્યારે સરકારી તંત્ર ઉંઘતું ઝડપાય છે, છાપાવાળાઓ તેમને માથે માછલા ધોવે, અને તે લોકો દલિલો કરે. આ વર્ષે પણ એવું જ થયું. કહેવાતા આ વિકસિત દેશમાં પણ ઉનાળામાં વધુ ગરમી પડે (વધુ એટલે ૨૫ ડિગ્રી કરતા વધુ) અને શિયાળામાં વધુ ઠંડી પડે (શૂન્યની નીચે પારો જાય) એટલે ટ્રેનો બંધ પડે, ટ્યૂબ્સ બંધ પડે, લોકો માંદા પડે, સિગ્નલિંગ સિસ્ટમ ખોરવાઈ જાય, વગેરે. ત્યારે એમ લાગે કે આન કરતાં આપણું વિકાસશિલ ભારત સારૂં, કે ઉનાળામાં ૪૮ ડિગ્રી ગરમીમાં પણ ટ્રેનો અને બસોતો તેના નિર્ધારિત સમય પ્રમાણે (હા, હવે એ લેટ તો બારે મહિના હોય છે, તેમાં ગરામી કોઈ ભાગ નથી ભજવતી) ચાલે.

હવે ખરેખર કાલની અને પરમદિવસની ચિંતા થાય છે, કેમકે આજે આજે અવિરત સ્નો ચાલું છે, જે આખી રાત પડવાનો છે, અને કાલે પણ, આખો દિવસ. જો અષાઢસ્ય પ્રથમ દિવસે આ હાલત હતી, તો કાલે ડિસેમ્બરસ્ય પ્રથમ દિવસે કેવી હાલત હશે? ચાલો, જે થાય તે, ઓફિસ તો જવું જ પડશે.

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: