આજનો શબ્દ-પિષ્ટપિંજણ

આજે અચાનક એક મિત્રને તેમના સંદેશાનો જવાબ લખતાં આ શબ્દ યાદ આવી ગયો. ચકાસવા માટે ભગવદ્ગોમંડલ ખોલ્યું ત્યારે ત્યાં આ શબ્દ યથાસ્વરૂપે ના મળતાં નવો શબ્દ મળ્યો-પિષ્ટપેષણ. હવે અવઢવ (અરે વાહ, બીજો શબ્દ) પેદા થઈ, કે સાચું શું? પિષ્ટપિંજણ કે પિષ્ટપેષણ. પણ ખાડિયાનું પાણી કાંઈ એમ હાર માને? આપણો શબ્દ ખોટો કેમ હોય? ગુગલ સર્ચ કરતાં એક-બે નહી પુરા ૭૨ પરિણામો મળ્યાં અને હા, તેમાં નંબર ૧ ગુજરાતી વેબસાઈટનો પણ સમાવેશ થઈ જાય છે. મારા શબ્દની સંધિ છુટી પાડી વધુ સંશોધન કરતાં:

પિષ્ટ= પીસેલું; કૂટેલું; દળેલું; ભૂકો કરેલું; લોટ કરેલું. અને
પિંજણ= લંબાણથી ચર્ચા કે ચકચાર કર્યા કરવી તે; કંટાળો આપે એવું ટાયલું; લંબાવવું તે; ચૂંથવું કે ફેદવું તે; વારંવાર એકની એક વાત કર્યા કરવી તે.

માટે, જેમ ગણિતમાં અ=૩ અને બ=૨ તો અ+બ=૫ થાય, તે સમીકરણ પ્રમાણે પિષ્ટ+પિંજણ=પિષ્ટપિંજણ તદ્દન સાચું પડે.

જો જો ભાઈ, આ પોસ્ટને પિષ્ટપિંજણ ના ગણી લેતા….

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

2 Responses to આજનો શબ્દ-પિષ્ટપિંજણ

  1. કેમ છો?

    ના, મેં આ પિષ્ટપીંજણ પર પિષ્ટપીંજણ કરવા કમેન્ટ નથી કરી, પણ ક્યાંકથી તમારા બ્લોગની લિંક મળી અને ઘણી પોસ્ટ વાંચી ગયો એટલે અભિનંદન આપવા કરી છે. વિચારોની ખૂબ સરસ અભિવ્યક્તિ છે.

    લખતા રહેશો…
    આભાર
    જીજ્ઞેશ અધ્યારૂ

    Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: