નવો મોબાઇલ

ગઇકાલે મારો નવો મોબાઇલ હાથમાં આવ્યો જે. અત્યારે તો HTC Wildfire જ પોસાય તેમ હતો. અને આમે મારૂં સસ્તુ ખરિદેલું સેટનેવ ક્યારેક ક્યારેક ગ્રહણ વખતે જ સાપ કાઢીને બેસી જતું, એટલે એને રિપ્લેસ કરવાનું જ હતું. નવો ફોન અને સેટનેવ બંને મળી જાય માટે એક કાંકરે બે પક્ષી મારવા માટે અને ખિસ્સાને પણ ખુશ રાખવા માટે, મને ખુબ ગમતા Blackberryને બદલે HTC Wildfire પર જ પસંદગીનો કળશ ઢોળ્યો હતો. કેટલાય વખતથી સારી ઓફરની રાહ જોતો બેઠો હતો. બે મહિના પહેલા નવો કોન્ટ્રાક્ટ લીધો ત્યારે કાંઈ મજા પડે તેવું પેકેજ નહોતું મળતું. એટલે છેવટે એકદમ સાદો ફોન લીધો, જેથી બે વરસ સુધી લગભગ મફતમાં ઢગલો મિનિટો, ટેક્સ્ટ્સ અને અનલિમિટેડ ઇન્ટરનેટ મળી રહે. અને ત્યારથી ‘પે એઝ યુ ગો’ની કોઈ સારી ઓફર આવે તેની રાહ જોતો હતો. છેવટે આ સસ્તામાં મળ્યો પણ ખરો. કાલે ઓફિસેથી ઘરે પણ વહેલો પહોંચી ગયો હતો, નાના બાળકની જેમ નવી વસ્તુ જોવાની એવીતો તાલાવેલી હતી, કે ઘરે જઈને પહેલું જ કામ મોબાઇલનું ખોખું હાથમાં લેવાનું કર્યું. અને તેની સાથે જ શેફાલી બોલી, “મને ખબર જ હતી, આજે પૃથા અને વ્રજ, અને એમના પપ્પામાં કોઈ ફરક નહી રહે. તમે એ બંનેના જેવું જ કરો છો.”

પણ સાલું જે હોય તે ફોન કમાલનો બનાવ્યો છે. સીનેટ પર ઘણા વખતથી તેનો રિવ્યુ જોયો હતો, એક જ વાતે મન ડગુમગુ હતું એ તે કે તેના બે બેડ આસ્પેક્ટ્સ. પણ ફોન હાથમાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં આમાંના એકેયનો અનુભવ થયો નથી. અને આશા રાખું કે થશે પણ નહી. એન્ડ્રોઇડ માર્કેટમાંથી અત્યારે તો એપ્સ સિલેક્ટ કરવામાં પડ્યો છું, અને કોઈક રીતે તેમાં આપણી ઇન્ડિક સ્ક્રિપ્ટ્સ કેવી રીતે એનેબલ કરવી તે માહિતી મેળવવી છે. જો તમને ખબર હોય તો જણાવજો.

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

One Response to નવો મોબાઇલ

  1. Kartik says:

    મારી પાસે વાઈલ્ડફાયરનો કઝિન ટાટુ છે – જે એકદમ બકવાસ ફોન છે 🙂

    વાઈ-ફાઈ સાથે મારા ફોનને સરસ મુશ્કેલીઓ છે. વધુમાં, એન્ડ્રાઈડ ૧.૬ છે, જે અપડેટ કરવું શક્ય નથી.

    Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: