જોર ક ઝટકા

NDTV Imagine પર છેલ્લા થોડા વખતથી આવતી શાહરૂખ ખાનની આ જાહેરાત કાંઇક આંખને ખૂંચે છે. આમ એકદમ ખૂલ્લેઆમ આવી ગાળ દેવા જેવી અશ્લિલ અંગ ચેષ્ટાઓ કરવી તેના જેવા મોટા કલાકારને શું શોભે છે? અને તેથી પણ મોટો સવાલ કે ઇમેજીન જેવી ચેનલે શું સોગંદ ખાધા છે કે તે ભારતની પ્રજાને અને તેની સંસ્કૃતિને ભ્રષ્ટ કરીને જ જંપશે? પહેલા મીઠી છૂરી નં ૧, જેમાં પરિવાર સાથે તો શું એકલા બેસીને પણ આપણે છોકરીઓ (મહિલાઓ કહીએ તો તો મહિલાઓનું અપમાન થયું કહેવાય)ની આવી ભાષા અને વાતો સાંભળી શકીએ તેવું નહોતું, પછી આવી આ રાખી કા ઈન્સાફ, જેમાં દરેક હપ્તે આપણને એમ લાગ્યા કરે કે હવે ભગવાન આ બાઈ સાથે ઈન્સાફ કરે તો સારૂં, અને બાકી રહેતું હતું તો હવે આ કહેવાતા કિંગ ખાનની આવી અશ્લિલ ચેષ્ટાઓ વાળી જાહેરાત. હું તો ભારતમાં નથી એટલે તમને પુછું છું કે શું ખરેખર ભારત દેશ આટલી હદે ‘ઍડ્વાન્સ’ થઈ ગયો છે? અમારા દેશમાં તો રસ્તે જતી નારીઓ આવી કુચેષ્ટાઓ કરે, કે ગાળા-ગાળી કરે, અને સહકાર્યકર્તાઓ સાથે પોતાની પાછલી રાતના અનુભવો કહે તે નવાઈ નથી, પરંતુ ભારતમાં પણ હવે એ દિવસો આવી ગયા છે?

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

6 Responses to જોર ક ઝટકા

 1. ભાઈ શ્રી ટી.વી ચેનલોને પૈસા અને નંબરમાં રસ છે.

  સરકારને પણ ટેક્સ અને લાંચમાં રસ છે.

  કાગડા બધેય કાળા જ છે.

  Like

 2. “ભારતમાં પણ હવે એ દિવસો આવી ગયા છે?”…..
  ભારતની ટી.વી.ચેનલોમાં અને કદાચ મેટ્રો શહેરોમાં આવી ગયા છે, નાના નાના શહેરો, ગામડાઓ હજુ બહુ પછાત છે !! (પણ ચિંતા નહીં, એ લોકો પણ આ બધું જોઇને સુધરી જશે !)

  Like

 3. ધવલભાઈ, શાહરૂખખાન પાસે આમ પણ કોઈ કામ નથી, અને NDTV ઈમેજીન ચેનલ વાળા એની ટીઆરપી વધારવા દિવસે દિવસે નીચલી કક્ષા ના કાર્યક્રમો લાવી રહ્યું છે તો પછી આ એડ ની તો શું વાત કરવાની ?

  Like

  • પણ સાવ આવી ખુલ્લેઆમ ગાળાગાળી વાળી બિભત્સ અંગચેષ્ટાઓ સામે કોઈ વાંધો કેમ નથી ઉઠાવતું? શું આજકાલ પરિવાર સાથે બેસીને ટીવી જોવાનો રિવાજ નથી રહ્યો? જો છે, તો આવું કેવી રીતે ચલાવી લેવાય?

   Like

 4. ભાઈ ભારતમાં ફિલ્મી બકવાસોને હીરો કહેવામાં આવે છે.હીરો કોને કહેવાય તેનું ભાન લોકો અને મિડીયાવાળાને પણ નથી.

  Like

  • ભારતમાં ફિલ્મી બકવાસોને હીરો કહેવામાં આવે છે એનું કારણ કદાચ આપણી ઉપર પડેલી કોલોનિઅલ છાપ હોઈ શકે. આ અસર બ્રિટિશ ફિનૉમિનન છે. અહીં પણ ગમે તે આલીયા-માલીયાને હીરો અને હીરોઇનો કહેવામાં આવતા હોય છે અને એમાં કશું ખોટું પણ નથી લાગતું. ગુજરાતી લેક્સિકન પ્રમાણે હીરો એટલે …હરકોઈ નામાંકિત, કાવ્ય, નાટક ઇ.નો નાયક.

   Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: