ચોક્કસ સમુદાય

હમણાં નંબર ૧ ગુજરાતી વેબસાઈટ પર સમાચાર વાંચતાં ગોધરાકાંડની તારીખની તવારીખ શીર્ષક હેઠળનાં સમાચાર પર જઈ ચઢ્યો, અને તેના પહેલા જ ફકરામાં ઉપરના શબ્દ સમુહનો ઉપયોગ વારેવારે થયેલો જોવા મળ્યો. આ ચોક્કસ સમુદાય એટલે કયો સમુદાય? એ જ સમુદાય કે જેનાથી ભારતની જ નહી દુનિયાભરની જનતા ડરે છે? અને સૌથી વધારે ડરે છે આ ગુજરાતની નંબર ૧ વેબસાઈટ? રે કારયરતા….! મુસ્લિમ સમુદાય એવું સરેઆમ લખવામાં શું ડર લાગે છે કે લખનાર પોતે પણ તે ‘ચોક્કસ સમુદાય’નો હોવાથી શરમ અનુભવે છે? ગુજરાતના નાનાંમાં નાનાં બાળકને પણ ખબર હશે કે એ જે સમુદાયની વાત થઈ રહી છે તે મુસ્લિમ સમુદાયની વાત છે, કે પછી ‘ચોક્કસ સમુદાય’નું નામ લખીને હું ‘ભગવા આતંકવાદ’નો ઝંડો લહેરાવીને પ્રવક્તા બની રહ્યો છું?

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

5 Responses to ચોક્કસ સમુદાય

 1. મુસ્લિમ સમુદાય એવું સરેઆમ લખવામાં શું ડર લાગે છે

  છાતી છપ્પન ની હોય તો લખાય

  Like

 2. આ ભારતનાં મુસ્લીમો કોઈ અરબસ્તાનથી આવેલા નથી.અહીનીજ પ્રજા છે.થોડા ઘણા બહારના પણ હશે.આઝાદી પહેલાથી અમદાવાદમાં કોમી તોફાનો કરવા ટેવાયેલા છે.મોટાભાગના મુસ્લિમોને તોફાનોમાં રસ્ ના હોય.એકાદ જૂથ એમાં રસ્ ધરાવતું હોય પણ મોટો સમુદાય એનો વિરોધ ના કરીને એમના તોફાની બંધુઓને મોરલ સપોર્ટ પુરો પાડતા હોય છે.ગુજરાતીઓ એમના કલ્ચર અને અહિંસાના અપનાવેલા ધારા ધોરણે ડરપોક બન્યા છે તેનો લાભ આ અગ્રેસિવ જૂથ લીધા કરતુ હોય છે.એમાં દંભી સેક્યુલર લોકો પણ અપરોક્ષ રીતે ટેકો આપતા હોય છે.ગોધરાકાંડમાં ડબો સળગાવવાનું સાહસ કરવું તે નફફટાઈ જ હતી.પણ ત્યાર પછી કંટાળેલા ગુજરાતીઓ નબળા પહેલવાનના લંગોટ ને હાથ અડકાવ્યા જેવું થયું ને તોફાને ચડ્યા,પહેલી વાર ગુજરાતનો મુસ્લિમ ડર્યો છે.બંને પક્ષે નિર્દોષ લોકો જ માર્યા જતા હોય છે.

  Like

  • ખરેખર તમે બહુ બહાદુરીથી વાત લખી છે. તમે લખ્યું છે તેટલું ખુલીને લખતાં મેં આજ સુધી કોઈને જોયું નથી. અરે, લખવાની તો વાત છોડો, આ જ વાત કહેતા પણ મેં કોઈ માઈના લાલ કે લીલીને સાંભળ્યા નથી. આ જ મુદ્દે મારા એક્સ બોસ (ભારતમાં છેલ્લાં) સાથે ઉગ્ર ચર્ચા થતી હતી. તેઓ IIMમાં પ્રૉફેસર હતાં, એટલે સ્વાભાવિક રીતે જ (કહેવાતા) સેક્યુલર! ગોધરાકાંડના પ્રત્યાઘાત રૂપે હિંદુઓ દ્વારા થયેલા વળતા પ્રહારના વિરોધમાં બોલતાં. હું તેમને ૮૦ના દાયકામાં થયેલાં ડબગરવાડ હત્યાકાંડ વિષે પુછતો તો ચુપ થઈ જતાં. હું ખાડિયામાં રહીને ઉછરેલો એટલે આ બધું ઘણું જોયેલું, કાલુપુરનાં લગભગ દરેક હિંદુએ પોતાના ઘરો ૨૫% કિંમતે મુસલમાન પડોશી કે તેના સગાને વેચી દીધા અને સોલા રોડ પર હાઉસિંગ બોર્ડમાં ના પોસાતું હોવા છતાં રહેવા જવું પડ્યું, તે બધા માટે તેમની પાસે કોઈ જવાબ કદી નહોતો હોતો. ખરેખર આપના માટે માન ઉપજે છે.

   “નબળા પહેલવાનના લંગોટ ને હાથ અડકાવ્યા જેવું થયું…” આ કહેવત/મહાવરો પહેલી વખત જાણ્યો, હસી હસીને ઉંધો પડી ગયો.. પણ સચોટ છે…

   Like

   • વાત એવી હતી કે એક પહેલવાન હતો પણ સ્વભાવથી ડરપોક હતો.બેચાર મવાલીઓ એણે છેડતા હતા પણ બોલી શકતો નહોતો.છેવટે મવાલીઓ એના લંગોટને અડ્યા તો એનું ખુન્નસ જાગ્યું અને બધા મવાલીઓને પછાડી નાખ્યા.શાહપુર અને વડોદરામાં પણ આવુંજ છે,હિન્દુઓ મફતમાં મકાન વેચી ચાલ્યા ગયા છે.મેં આ વાતો મારા એક લેખમાં લખેલી છે.આ લેખની લીંક અહી મૂકી છે આપ ક્લિક કરીને વાચો અહી આપેલા પ્રતિભાવ કરતા થોડું વધારે કડક શબ્દોમાં લખેલું છે. http://brsinh.wordpress.com/2010/02/01/

    Like

 3. મેં પાંચ ભાગમાં ફાર્ગોટન હીરો નામની સ્ટોરી લખી હતી.જે બહાદુર વીર અફસરો પાકિસ્તાનની જેલમાં રહી ગયેલા.ભારત પાક વચ્ચે ૧૯૭૧ નું યુદ્ધ થયેલું ત્યારે આપણે ૯૩૦૦૦ પાક કેદીઓ પાછા સોપી દીધા હતા.૪૦ વર્ષથી એમના કુટુંબીઓ એમને પાક જેલમાંથી પાછા લાવવા મથી રહ્યાં છે.કોઈ પણ સરકરે કશું કર્યું નહિ.એ સ્ટોરી પૂરી થયા પછી ઉપરનો લેખ લખેલો. એમના સ્ટોરીના પહેલા ભાગની લીંક મુકું છું,બીજા ત્યાર પછી મળી જશે.ફોટાઓ સાથે વિગત થી સર્ચ કરીને બધું લખ્યું છે.અભિયાન ના તંત્રીને મેં જણાવેલ કે મારે કોઈ પ્રસિદ્ધિ કે પૈસા નથી જોઈતા પણ આ સ્ટોરી અભિયાનમાં છાપો.પ્રજામાં કોઈ જાગૃતિ આવે.પણ વ્યર્થ.અહી ક્લિક કરી પહેલો ભાગ વાંચો.http://brsinh.wordpress.com/2010/01/29/

  Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: