ભારતીય અંક પ્રણાલી

આપણી પૌરાણિક/વેદિક અંક પ્રણાલી એટલી તો સક્ષમ છે કે સૌથી પહેલાં આપણા ગણિત શાસ્ત્રો અને વેદોમાં એકની પાછળ ૫૦ મીંડા આવે ત્યાં સુધીની સંખ્યાઓનાં નામ મળી આવે છે. આમાંથી અબજ, ખર્વ, નિખર્વ, વગેરેતો ખુબ જ સહજ રીતે સહુને જ્ઞાત છે. દલીલ કરીએ તો આધુનિક અંગ્રેજી મિલિયન/બિલિયન/ટ્રિલિયન વાળી અંક પ્રણાલીમાં તેથી પણ આગળ સુધી ગણતરી જાય છે, પણ તે અંક પ્રણાલી તદ્દન નવી છે. વાત છે આપણા ભવ્ય વારસાની.

પણ જ્યારે સમાચાર પત્રો (છાપાં) અને અન્ય પ્રચાર માધ્યમોને કરોડની ઉપર ગણતરી કરવાની હોય ત્યારે પાંગળા બની જતાં જોઉં છું ત્યારે દુ:ખ થાય છે. કેમકે જે જ્ઞાન આપણને અંગ્રેજોની ગુલામીને કારણે અને અંગ્રેજોએ મારી-મચડી નાંખેલા આપણા ઇતિહાસથી અભિભૂત થયેલા મારા જમાનાના પાઠ્યપુસ્તક રચયિતાઓએ નહોતું આપ્યું, અને જે જ્ઞાન કદાચ આજે પણ શાળાઓમાં નથી અપાતું, તે જ્ઞાન આપણને આ છાપાં, ટીવી ચેનલો, વગેરેમાંથી જ મળી રહે છે. જ્યારે છાપાંઓની વાત કરીએ છીએ ત્યારે એ જાણવું પણ અગત્યનું છે કે ગુજરાતી અખબાર જગતમાં અગ્રેસર ગણાય એવાં ત્રણ મુખ્ય છાપાંઓ ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કર, આ ત્રણેયે ક્યારેકને ક્યારેક તો આપણને આ જ્ઞાન આપ્યું વહેચ્યું જ છે. જુઓ ગુજરાત સમાચારનો આ લેખ, સંદેશનો આ, અને દિવ્ય ભાસ્કરનો આ લેખ. હવે આ જ્ઞાન આપણને વહેંચ્યું તો શું તેમના પત્રકારો, સંપાદકો અને તંત્રીઓને નહીં વહેંચ્યું હોય? જનતાને આ બધું જણાવ્યા પછી પણ જ્યારે સરકારના ગોટાળાઓની સંખ્યા લખવાની આવે ત્યારે તે લોકો હજાર કરોડ અને દસ હજાર કરોડ જેવા કૃત્રિમ એકમો કેમ લખતા હશે તે સમજાતું નથી.

ટીવી ચેનલો તો ફક્ત પાશ્ચાત્ય જગત (યુએસએ અને યુકે, સોરી અમેરિકા અને લંડન)નું થુંકેલું ચાટવામાંથી ઉંચી નથી આવતી એટલે તેમની પાસેથી તો આવી અપેક્ષા રાખવી નિરર્થક છે. તેમનો તો ઘણી વખત પાડ માનું છું કે એ લોકોની એટલી મહેરબાની છે કે શક્ય તેટલો મિલિયન, બિલિયન વગેરેનો ઉપયોગ ટાળે છે.

છેલ્લો આક્રોશ આપણા શિક્ષણ જગત પર છે. શું શાળાઓમાં બાળકોને આ સંખ્યાઓ ભણાવવી એ આપણું કર્તવ્ય નથી? દર ૪-૫ વર્ષે પાઠ્ય પુસ્તકો બદલાય છે, કયા પાઠ્ય પુસ્તકમાં આ સબબનું શિક્ષણ આપવામાં આવ્યું છે આજ સુધી કોઈ કહી શકશે? આપણા લોકલાડીલા ન.મો. પણ ‘વાંચે ગુજરાત‘ જેવા અભિયાનો ચલાવે છે, પણ ‘સાચું ભણે ગુજરાત‘ જેવું અભિયાન ચલાવવાનો સમય હવે પાકી ગયો છે તેવું તે ક્યારે સમજશે? જ્યારે કેન્દ્રમાં જશે ત્યારે ‘સાચું ભણે ભારત‘ અભિયાન ચલાવવા માટે આ મુદ્દો તેમણે સાચવી રાખ્યો છે કે શુ?

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

3 Responses to ભારતીય અંક પ્રણાલી

 1. શ્રી ધવલભાઇ, કદાચ વર્તમાનપત્રોના સંપાદકોને લાગતું હશે કે ખર્વ, નિખર્વ, પરાર્ધ જેવા શબ્દોમાં પ્રજા કશું નહીં સમજે !! અને બરાબર પણ છે, અત્યાર સુધીનાં અભ્યાસમાં આવું કશું ભણાવ્યું જ નથી તો લોકોને તો ક્યાંથી જાણકારી હોય !
  બીજું આ દેશમાં સભ્યતા, સંસ્કૃતિ, વારસો, શાસ્ત્રો વગેરે જેવા શબ્દો ઉચ્ચારવા એ પણ ગુનો બને છે ! આપણે જાતે જ આપણું અવમુલ્યન કરી નાખ્યું છે. નાલંદા, તક્ષશિલા,વેદ ઉપનિષદ એ બધું કદાચ વાર્તાઓ હશે અને અંગ્રેજોએ આપણને સભ્ય, સુસંસ્કૃત અને જ્ઞાની ન બનાવ્યા હોત તો આપણે તો જંગલી જ રહી જાત ! આપને આવું નથી લાગતું ? ફરગેટ અબાઉટ નોનસેન્સ બાજરાના રોટલા, વન પિત્ઝા ઈટ કરી અને થિંક કરો, લાગવા માંડશે !! આભાર (સોરી ! થેંક્યુ !!)

  Like

  • હંમેશની જેમ આજે પણ તમારી સાથે સંપૂર્ણ સહમત. અંગ્રેજોએ આપણને જે કહ્યું તે પરમ સત્ય, અને જે આપ્યું અને શિખવ્યું તે જગ ઉદ્ધારક. બાકી આપણા ઘરડાઓ તો મૂર્ખ હતાં, બાજરી તે કાંઈ ખવાતી હશે,? એ તો ઢોર ખાય. જુવારના તે કંઈ રોટલા હોય? તે તો કબૂતરને ચણ નાંખવા માટે છે. ખિચડીતો માંદા માણસો ખાય, આપણે તો પિઝા, પાસ્તા અને સૂપ જ ખાવા જોઈએ અને નાળિયેરનું પાણી નહી, કોક અને પેપ્સી જ પીવાય ભાઈ…. એક દસલાખ આભારો (એટલે કે થેન્ક્સ અ મિલિયન…)

   Like

 2. વાયા અરબો પહેલી વાર શૂન્ય અને નંબર યુરોપ પહોચ્યા ત્યારે ચર્ચે મનાઈ ફરમાવી દીધેલી કે શેતાનનું કામ છે.પછી સહેલું પડવા લાગ્યું કે આનાથી ગણતરી સહેલી છે ત્યારે અરેબિક નંબર કહી અપનાવી લીધું હવે જયારે ખબર પડી કે આ ભારતની શોધ છે ત્યારે હવે ઇન્ડોઅરેબીક નંબર કહેવાય છે.દક્ષિણ ભારતીય માધવે પાઈનું(૩.૧૪)ચોક્કસ માપ આપ્યું.

  Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: