મેં વાઘ માર્યો

બે વરસ પહેલા હું જ્યારે ભારત ગયો ત્યારે મિત્રો સાથે સુંદરબન ગયો હતો. સુંદરબનમાં તો તમને ખબર જ છે કે વાઘ રહે છે અને બન્યું એવું કે જ્યારે અમે લોકો સુંદરબનમાં ગયા ત્યારે કોઈક કારણસર એક વાઘને અમારી ઉપસ્થિતિ ના ગમી. એણે અમારો રસ્તો આંતર્યો અને અમને આગળ ના જ જવા દીધા. હું હંમેશા મારા દોસ્તોમાં બહાદુર ગણાતો, પણ તે દિવસે મારું પાણી દેખાડી શકું તેવું કશું હું ના કરી શક્યો અને એ ઘડી ને આજનો દિવસ, મારા બધા ભાઈબંધો મારી ઠેકડી ઉડાવતા થઇ ગયા. છેવટે મંગળવારે એ મારા હાથમાં આવી જ ગયો.

થયું એવું કે હું અહીં જ્યાં રહું છું ક્રૉલીમાં ત્યાં અમારા ઘરની પાછળ એક જંગલ છે, હોથ વુડ્સ. મંગળવારે રાત્રે શેફાલીએ ખીચડી અને વઘાર બનાવ્યા’તા જે મારો પ્રિય ખોરાક એટલે બંદાએ દબાઈને ખીચડી ખાધી અને રાત્રે ઉંઘ ના આવી. એટલે પેટ હળવું કરવા હું હોથમાં આંટો મારવા નીકળ્યો. અંદર જતા જ મને પેલા સુંદરબન વાળા વાઘનું બચ્ચું દેખાયું. મને મારા મિત્રોએ કહ્યું તો હતું જ કે એ લોકો ઘણા સમયથી એ વાઘ પર નજર રાખીને બેઠા હતા અને તેમણે પણ એ વાઘને લંડન અને ક્રૉલીની આસપાસ રખડતો જોયો હતો, અને કહ્યું હતું કે હવે તેને બે બચ્ચા પણ છે. હું પણ એ વાઘનું બચ્ચું જોઇને ઓળખી ગયો કે આ એ જ વાઘનું બચ્ચું છે, બસ પછી તો કરવાનું શું હતું? દોડતો પાછો ઘેર ગયો અને મોટી કિચન નાઈફ, બ્રેડ નાઈફ અને એક ફ્લોર બ્રશ લઈને પાછો પહોંચી ગયો. વાઘ અહીં એના કુદરતી નિવાસ કરતા અલગ વાતાવરણમાં હોવાથી મારે જબ્બે થઇ જશે એ ખાતરી સાથે તેને શોધતો શોધતો હું અંધારામાં પણ એની જગ્યાએ જઈ પહોંચ્યો અને ફ્લોર બ્રશનાં દાંડાથી એક એવી એના લમણામાં મારી કે એ ઢળી પડ્યો. અને પછી તો પેલી બંને નાઈફથી એના રામ રમાડી દીધા. અને સરકાર મને વાઈલ્ડ લાઈફ એક્ટમાં અંદર ના કરી દે એટલે એની લાશ મેં ત્યાંથી દૂર લઇ જઈને એક પાણીનું નાળું વહે છે એની વચ્ચે ખાડો ખોદીને દાટી દીધી જેથી કોઈના હાથમાં નાં આવે.


સવારના પહોરમાં મારા ટ્વિટર પર ટ્વિટ કરીને અને ફેસબુક પર અપડેટ કરીને બધા મિત્રોને જણાવી દીધું કે ભાઈ “મેં વાઘ માર્યો”. મોટા ભાગના બધાએ મારી બહાદુરીથી પરિચિત હોવાને કારણે માની જ લીધું પણ તમને તો ખબર છે ને કે ઘઉં હોય ત્યાં કાંકરા પણ હોય, એટલે ફેસબુક અને ટ્વિટર પર એવા શંકાશીલ લોકો સવાલો કરવા લાગ્યા અને સાબિતીઓ માંગવા માંડ્યા.

કોઈક કહે કે મંગળવારે જ કેમ વાઘ માર્યો? હોથ વુડ્સતો તમારા ઘરની પાછળ છે અને તમારે શુક્રવારથી સોમવાર એમ ચાર દિવસ રજા પણ હતી તો આ કામ એ રજાઓમાં કેમ પાર ના પાડ્યું? તમને તો મિત્રોએ પહેલેથી બાતમી આપી જ હતીને કે વાઘ ત્યાં રખડે છે? તો મેં એમને ઍલિબાઇ આપતા કહી દીધું કે ભાઈ, શુક્રવારે રોયલ વેડિંગ જોવામાં નવરાશ ના મળી અને અમે કાંઈ નવરા થોડા છીએ કે રજાઓનો ઉપયોગ આમ જંગલોમાં આંટા મારવામાં કરીએ? એ લોકોતો માની ગયા. પણ હજુ વધુ કાંકરા હતા એમણે સવાલ કર્યો કે, આ ડીજીટલ યુગમાં તમારી પાસે મારેલા વાઘના ફોટા પણ ના હોય એ તો માનવામાં ના આવે એવી વાત છે. તો આપણે પણ કહી દીધું કે માનવું હોય તો માનો અને ના માનવું હોય તો તમારી મરજી, પણ મેં વાઘ માર્યો એની સાબિતી રૂપે તમને આજ પછી ક્યારેય હોથ વુડ્સમાં વાઘ નહી જોવા મળે ત્યારે તો સ્વીકારશો ને કે “મેં વાઘ માર્યો”?

અહીં વાંચનારા પણ કોઈને મારા પર શક હોય તો બેધડક પૂછી શકો છો, હું ખુલાસા આપવા અને દલીલો કરીને મારી સત્યાર્થતા સાબિત કરવા તૈયાર છું.

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

14 Responses to મેં વાઘ માર્યો

 1. આ કથા કેમ જાણીતી લાગે છે ?
  કદાચ હમણાં ન્યુઝ ચેનલો બહુ જોઇ તેથી હશે ! માર્યો હોય ભાઇ, સુપર પાવર પાસે સાબિતી માંગવાની હિંમત કરાય કંઇ !! વળી બીજો વાઘ પણ મારી નાખે 🙂
  જો કે બાત કુછ હજમ ન હુઇ !! એક વાઘ મારવા માટે બે ચપ્પુ વાપરવા પડ્યા તે !!!

  Like

  • હશે ભાઈ, બધા શક કરે તો તમે શું કામ પાછળ રહી જાવ? કરો, તમે પણ શક કરો અમારી સત્યાર્થતા પર, બે ચપ્પુ તો એટલા માટે લીધા હતા કે એથી વધારે મળ્યા નહિ, નહીતો ૬-૭ લઈને જાત, અને બીજી મજબુરી એ કે સાલા આ હાથ પણ ભગવાને બે જ આપ્યા છે ને…

   અને હા, પોસ્ટનાં અંતે ડિસ્ક્લેમર મુકવાનું ભુલાઈ ગયું કે “અમારી કોઈ શાખા નથી માટે ભળતા સળતા કથાનક વાળી વાતો સાથે અમારો નાતો જોડવો નહી”

   Like

   • નહીં નહીં….અમે શક નથી કરતા ! અમે તો ઉલ્ટું એમ જાણવા માંગતા હતા કે આપ જેવા બલવાન, શક્તિમાન, પરાક્રમી, વિરપુરુષને, એક વાઘ મારવા અર્થે, બે ચપ્પુની જરૂર કેમ પડી !!

    અને નીચેથી કંઇ સોપારીની વાતો પણ સંભળાઇ !! ભા………..ગો ! મારી પુંછડી ક્યાં છે !!!!!!
    (જો કે અરવિંદભાઇ વાઘ નહીં પણ કોઇ ’બફાટ સમ્રાટ સિંહ’ની વાત કરતા લાગે છે 🙂 )

    Like

 2. અમરે એક વાઘમારે સાહેબ હતા. એમના તમે કાંઈ સગા થાઓ? !!

  Like

 3. અલ્યા એ ય! આખો લેખ વાંચ્યા પછી ટાઈટલ વોંચ્યું! મું ય ખાડિયાનો … પણ ડોહો !! ૬૮ વરહનો…તું તો મારા ગામનો નીકળ્યો .

  Like

 4. maulik shah says:

  વાહ વાહ – વાઘ વાહ – વાહ વાહ ….! પ્રભુ એ વાઘને શાંતિ આપે જેને બ્રશ જેવા ઘરગથ્થુ હથિયાર થી મૃત્યુ નો ભોગ બનવાનુ આવ્યુ … હશે કળિયુગ છે. પણ એની સાત પેઢી હવે તો એ જંગલમાં પગ મૂકતા ડરશે…! ઘણી ખમ્મા …. ઘણી ખમ્મા…!!!

  Like

  • અરે ડોક્ટર સાહેબ, તમે સાચું પામી ગયા, કલિયુગ છે ભાઈ. હવે આશા એ જ રાખવાની કે એના બચ્ચા કે સગાવ્હાલા મારા ઘર પર કે ગામમાં હુમલો ના કરે, તમે પણ ભગવાનને પ્રાર્થના કરજો મારા ક્ષેમકુશળ માટે.

   Like

 5. Arvind Adalja says:

  અમારે ત્યાં પણ એક વાઘ અવાર નવાર લોકોને ડરાવ્યા કરે છે આપ સોપારી લો છો ? અથવા વિક્લ્પે જો પેલી બે છરીઓ અને બ્રશ સલામત રહ્યા હોય તો અમને મોકલી આપો અમે આપની હિમતમાંથી પ્રેરણા લઈ વાઘ મારવાની કોશિશ કરી જોઈએ !

  Like

 6. bhavin vyas says:

  good acting like uncle sam, fine carry on this good work we will stand by you, still you need to kill few more …………..hahahah

  Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: