નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત નહોતા

અન્ય સહબ્લોગરો (યશવંતભાઈ ઠક્કર-નરસિંહ મહેતા ઇડિઅટ હતા! અને અશોકભાઈ મોઢવાડિયા-ભણે નરસૈંયો…મને ઓળખો છો ?
)ને નરસિંહ મહેતા પર લખતા જોઈને અને તેથી વધુ અમુક બ્લોગર મિત્રોને મુઢ જનતા જે નરસિંહ મહેતાને મહાન ભક્ત અને મહાન કવિ, આદિ કવિ વગેરે માને છે તે નરસિંહ મહેતાને તદ્દન ફાલતુ ગણાવતા જોઈને મને પણ શૂરાતન ચઢ્યું કે હું શું કામ આ નરસિંહ મહેતા માટે કશું ના લખું? અને બસ એજ શૂરાતનમાં (આમ તો બ્રાહ્મણ હોવાને નાતે શૂરાતન ચઢાવવું ના જોઈએ, પણ અમારા અન્ય એક બ્લોગર મિત્ર ભુપેન્દ્રસિંહ હંમેશા યુદ્ધ કરવા માટે સહુને પ્રેરતા હોય છે, તેથી તેમની ચાબખાવાણીથી પ્રેરાઈને આજે શૂરાતન ચઢાવી) આ લખવા બેઠો.

આગળ વધતા પહેલા પ્રસ્તાવના બાંધી લઉં કે ભલે શરુઆત કટાક્ષ કે રમૂજથી થઈ હોય, અને ભલે મારી આગળની પોસ્ટ કટાક્ષરૂપ હોય, આ પોસ્ટ હું સિરિઅસલી સંપૂર્ણ સિરિયસ ભાવે લખી રહ્યો છું, તેથી આપ વાંચકોએ પણ તેને ગંભિરતાથિઇ વાંચવી અને લેવી. હવે મૂળ મુદ્દા પર આવીએ,

ગયા વર્ષે ઈ-મેલ પત્રાચાર પર મીરાં બાઈ, નરસિંહ મહેતા, સંત તુકારામ, વગેરે ઉપર ચર્ચા ચાલી રહી હતી, જેમાં દાવા-પ્રતિદાવા હતા કે આ બધાજ અને અન્ય થોડા ઘણા સંતો સાચા ભક્તો નહોતા. તે પૈકિનું વિષયવસ્તુને ધ્યાનમાં લઈને કરવામાં આવેલું અવતરણ અહીં ટાંક્યું છે. તે વાંચો, જેમાં કોઈકે એવો સ્પષ્ટ દાવો કર્યો છે કે “નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત નહોતા”.

Narsinh Mehta is well known amongst general populace as a pure devotee. But in one conversation a devotee told XXXXX XXXXXXXXXX that Narsinh Mehta was very happy on death of his wife (who was not favourable for his devotional service) that “now I will be able to perform bhajana peacefully”. XXXXX XXXXXXXXXX commented that devotional service of a pure vaisnava is never disturbed by any material factors and thus if this is the standing of Narasinh Mehta then he is not a pure devotee.

હવે આ XXXના અનુયાયિઓ નરસિંહ મહેતાને ભક્ત નથી ગણતા, અંગ્રેજીમાં કહિએ તો બોનાફાઇડ નથી માનતા. અને વાત પણ સાચી છે. જો જો, આ ફક્ત ભક્તિમાર્ગના સંદર્ભમાં જ ચર્ચા થઈ રહી છે, તેથી તેમાં દુન્યવી જ્ઞાન અને વ્યવહારૂ દૃષ્ટિ ઉમેરવાની નથી. મારા મમ્મી હંમેશા કહે છે તેમ, બધાને એક લાકડીએ ના હંકાય. એટલે હંમેશા એ જ તકિયાનુસી લોજીકલ વાતો ના કરીને જે તે વાતને તે જ પરિપ્રેક્ષ્યમાં ચર્ચીએ તો વધુ મજા આવે.

ઉપરના અવતરણમાં નરસિંહ મહેતાના ભજન ભલું થયું ભાંગી ઝંઝાળ, સુખે ભજશું શ્રી ગોપાળ..નો સંદર્ભ આપવામાં આવ્યો છે. XXXને નરસિંહ મહેતા કોણ હતો, શું હતો તેની કોઈ જાણકારી લાગતી નથી. તેઓ ફક્ત એક વ્યક્તિએ કરેલી રજૂઆત પરથી પોતાનું ફરમાન સંભળાવે છે. આપણે ચોક્કસપણે એવી આશા ના રાખી શકીએ કે દરેક વ્યક્તિને દરેક પ્રાંતના સંતોની જાણકારી હોય, મને રાજસ્થાનના કે તમિલનાડુના બધાંજ સંતો અને કવિઓની માહિતી નથી, તેમ આ XXX પણ ગુજરાતી નહોતા તેથી તેમને નરસિંહ મહેતા વિષે જાણકારી હોવી જોઈએ તેવું માનવું અયોગ્ય છે. પણ તેમણે કરેલા નિવેદન પરથી એટલું સ્પષ્ટ થાય છે કે તેમણે જેની વાત સાંભળીને પોતાનો નિર્ણય સંભળાવ્યો, તે વ્યક્તિમાં તેમને પુરો વિશ્વાસ છે. અને તે વ્યક્તિ જે જાણકારી આપે છે તેને તે ૧૦૦ ટચના સોના જેવી માને છે. આ ટુંકા ફકરા પરથી અનેક પ્રશ્નો ઉદ્ભવે છે, જેની ચર્ચા અત્યારે નહી કરીએ. આપણે તો ફક્ત એક જ મુદ્દો ચર્ચીશું કે, શું ખરેખર નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત નહોતા? સહુ તેમને ભક્ત માને છે, તેથી તે ભક્ત જ નહોતા તેમ કહીને આ ચર્ચા અહીં અટકાવી ના શકીએ અને માટે જ તે ભક્ત હતા, તો શું શુદ્ધ ભક્ત હતા?

XXX જે કારણથી નરસિંહ મહેતાને શુદ્ધ ભક્ત તરિકે નકારી કાઢે છે, મને તેની સામે પણ વાંધો નથી. મને વાંધો છે તેમના અનુયાયિઓ સામે. જેમણે XXXના કરેલા વિધાનમાંથી if this is વાળા ભાગનો છેદ ઉડાડી દીધો. મેં ઉપર કહ્યું અને તે પરિચ્છેદ પરથી સ્પષ્ટ થાય છે તેમ XXXને નરસિંહની કોઈ જાણકારી નથી, માટે તે અજ્ઞાતભાવે આવું કહે છે, પણ શું ખરેખર તે હકિકત છે કે માણેક મે’તી નરસિંહ મહેતાની ભક્તિમાં પ્રતિકૂળ હતી? જવાબ છે ના. નરસિંહના જીવનચરિત્ર પરથી અનેક જગ્યાએ માણેક મે’તી તેમની સાથે જ હતાં તેવું સ્પષ્ટ છે. તો રજૂઆતકર્તાએ આપેલી ખોટી માહિતી કે પૂર્વાગ્રહયુક્ત માહિતીને કારણે કરવામાં આવેલું વિધાન અને ફરમાન પણ ફોક થઈ નથી જતું? XXX કહે છે કે જો એવું હોય તો નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત નથી, એનો અર્થ એવો થાય છે કે જો એવું ના હોય તો નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત હતાં. ખરું કે ખોટું?

માટે ક્યારેય કોઈપણ વાતમાંથી એક અંશ લઈને આપને તેને ટાંકી ના શકીએ. કેમકે આખી વાત કયા પરિપ્રેક્ષ્યમાં થઈ છે તે જાણ્યા વગર તેનો નિર્ણય લેવો તે અજ્ઞાનતાની નિશાની છે.

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

5 Responses to નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત નહોતા

 1. શ્રી ધવલભાઇ,
  ’ભલું થયું ભાંગી જંજાળ…’ વાળી કડી નરસિંહની કઇ રચનામાં આવે છે તે મને અત્યારે યાદ નથી. (આપને જાણકારી હોય તો કૃપયા જાણ કરવા વિનંતી, ત્યાં વિકિ પર મહર્ષિભાઇએ આ બધા પદો બહુ મુકેલા તેમને પણ પુછીશું) પરંતુ આપના એ જે કોઇ XXXX મિત્રને પુરા ઈતિહાસ-ભૂગોળ-નાગરિકશાસ્ત્રની જાણકારી ન હોય તો આવા તારણો કાઢે તેમાં તેનો પણ દોષ નથી ! આત્મજ્ઞાનના પદોમાં આ અનાસક્તિ યોગ ભર્યો પડ્યો છે.

  “જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
  તે તણો ખરખરો ફોક કરવો;
  આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
  ઊગરે એક ઉદ્વેગ ધરવો” —– આવું ગાનાર ’ભલું થયું ભાંગી..’ પણ ગાઇ શકે.

  બીજું રચનાનું હાર્દ સમજવું પણ બહુ જરૂરી હોય નહીં કે માત્ર શબ્દાર્થ ! કારણ તેની જ ’ઘડપણ કોણે મોકલ્યું?’ રચનાની આ પંકતિને આધારે શું નિર્ણય લેશું ? “દીકરા તો જૂજવા થયા રે, વહૂઅરો દે છે ગાળ,” — નરસિંહને તેમના દિકરાની વહુ ગાળો બહુ આપતા !!!!! તેવું માનવું ? આ બધા ’આંખનું કાજળ ગાલે ઘસ્યું’ (અખો !!) ના તાલ થાય !

  બાકી જે હિસાબે નરસિંહ શુદ્ધ ભક્ત ન ગણાય એ હિસાબે આપણે શુદ્ધ ભક્ત ગણાઇએ ખરા !! બાકી આપે એ ખરૂં કહ્યું કે “કોઈપણ વાતમાંથી એક અંશ લઈને આપણે તેને ટાંકી ના શકીએ. કેમકે આખી વાત કયા પરિપ્રેક્ષ્યમાં થઈ છે તે જાણ્યા વગર તેનો નિર્ણય લેવો તે અજ્ઞાનતાની નિશાની છે.” આભાર.

  Like

  • ના ભાઈ XXXX મારા મિત્ર નથી, તેઓ તો ખુબ મોટા સંન્યાસી થઈ ગયાં. મેં પણ કહ્યું તેમ તેમનો કોઈ દોષ નથી, દોષ છે તેમના અનુયાયિઓનો જે XXXXની અપુરતી જાણકારીને સર્વજ્ઞાનની મહોર મારી દે છે. અને તેથી પણ વધુ તેમને કહેલા if this is the standing ને નજર અંદાજ કરીને આ વાતને માની બેઠાં છે.

   ’ભલું થયું ભાંગી જંજાળ…’ એ આખું પદ શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ક્યાંય પ્રાપ્ત થયું નથી. આ પંક્તિ અમે લોકો નાનપણથી ઘરમાં બોલતાં અને સાંભળતા આવ્યાં છીએ. મહર્ષિભાઈને પુછવાનો આઈડિયા સારો છે. તે ક્યાંકથી શોધી લાવશે.

   Like

 2. hirals says:

  તમારી વાત સાચી છે.


  દરેક સમયને, સ્થળ ને એનું સાપેક્ષ સત્ય હોય છે. જેમ ઉનાળાની રાજસ્થાન, અમદાવાદની ગરમી, યુ.કે કે યુ.એસ.એમાં રહેતા લોકો માત્ર વાતોથી અનુભવી ના શકે, તેમ અમદાવાદમાં રહીને યુ.કે, કે યુ.એસ.એનો ડિસેમ્બરનો સ્નો ફોલ માત્ર વાતોથી અનુભવી શકતો નથી.

  એ જ રીતે, ઇતિહાસના દરેક પાત્રો વિષે બને છે. જે તે સમયને અનુરૂપ જે તે ઐતિહાસિક પાત્ર જનમાનસ પર ઘણું પ્રભુત્વ ધરાવે છે. પણ સમય સાથે એનું સ્વરૂપ બદલાય (ખરેખરમાં તો, એમને જોવાની આપણી દ્રષ્ટિ બદલાય ) ત્યારે એવા પાત્રોને સમજવા માટે ઇતિહાસના સ્થળ, કાળ, અને જે તે સમયના રાજકિય, સામાજીક પરિબળો પણ ધ્યાનમાં લેવા જોઈએ.

  Like

  • Saralhindi says:

   ત્યારે એવા પાત્રોને સમજવા માટે ઇતિહાસના સ્થળ, કાળ, અને જે તે સમયના રાજકિય, સામાજીક પરિબળો પણ ધ્યાનમાં લેવા જોઈએ.
   well said.

   Why not just focus on his work.
   In some one’s book same things have been said about Gandhi too.

   Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: