રામકહાણી

હમણાં કોઈક કારણે મારી દુર્મતિને વશ થઈને હું રેલ્વેની ઓનલાઈન બુકિંગ સાઈટ http://www.irctc.co.in પર લૉગ-ઈન થવા ગયો. સભ્યનામ અને ગુપ્તસંજ્ઞા (હવે આ શું એ મારે ગુજરાતી બ્લૉગર્સને કહેવાની જરૂર લાગતી નથિ, કે છે?) દાખલ કર્યા પછી, બારણું તો ખુલ્યું પણ મને ઊમરે જ રોકી દીધો. અને પાછું કંઈક ચલિત ખરાઈ આંકડા (મોબાઈલ વેરિફિકેશન કોડ) એવું પુછવામાં આવ્યું. આપણને તો એ શું તેની જાણ હતી નહી. છેવડે નવા ખરાઈ આંકડા મંગાવવાની કડી પર ક્લિક કરીને મમ્મીને ફોન કર્યો (કેમકે મોબાઈલ નંબર ભારતનો જ આપવો પડે, એટલે મમ્મીનો નંબર આપેલો છે) કે તેમને કોઈ આંકડા ટૂંસંસે (SMS યાર) દ્વારા મળ્યા છે. જવાબ હતો ના. આપણે ફોન ચાલુ રાખીને જ ફરી એ આંકડા મોકલવાની વિજ્ઞપ્તિ કરી, પણ પરિણામ શૂન્ય. મમ્મીને અંગ્રેજી સંદેશા જોવામાં થોડી તકલીફ પડે, એટલે સંશયને સ્થાન નહી આપવાનું નક્કી કરીને મારી બહેન ધાત્રીના મોબાઈલ નંબર પર ખરાઈ આંકડા મોકલવાની ફેર વિજ્ઞપ્તિ કરી. પણ પરિણા હજુ પણ શૂન્ય. છેવટે હારી થાકીને તેમના જાળસ્થળ પર રહેલા ફરિયાદ નોંધાવો સ્થળે જઈને ફરિયાદનો વિપત્ર મોકલ્યો. સામે તરત જ ટિકિટ ક્રમાંક મળ્યો અને બાંહેધરી હતી કે ત્વરિત મારી સમસ્યાનો નિકાલ લાવવામાં આવશે. આ બધું થયું દિનાંક ૧૨ ઓક્ટોબરે. હવે ખેલ શરૂ થયો. બીજે દિવસે મને વિપત્ર મળ્યો કે મેં મારા નોંધાવેલ વિપત્ર સરનામા સિવાયના અન્ય સરનામેથી ફરિયાદ નોંધાવી હતી, માટે મારે નવેસરથી ફરિયાદ નોંધાવેલા સરનામેથી વિપત્ર કરીને ફરિયાદ નોંધાવવી. રોજે એક વિપત્ર દ્વારા તેઓ મને કશુંકને કશુંક પુછતા રહ્યાં અને છેવટે ચોથા દિવસે મને કહેવામાં આવ્યું કે મારી નવી ગુપ્ત સંજ્ઞા ગોઠવીને મને મોકલવામાં આવશે. હું તો ખુરશીમાંથી ઉભો થઈ ગયો, કેમકે મારી ફરિયાદ ગુપ્તસંજ્ઞા બાબતે હતી જ નહી. તેમ કર્યા પછી પણ મને ઊમરેથી અંદર પ્રવેશવા દેવાશે તેની કોઈ બાંહેધરી નહોતી. છેવટે વિપત્રાચારનો નવો દૌર ચાલુ થયો અને મને જાણ કરવામાં આવી કે મારી ફરિયાદ લાગતા-વળગતા વિભાગને પ્રેષિત કરવામાં આવી છે અને તે લોકો મારા ચલિત નંબરની ખરાઈ કરવા માટે આંકડા મોકલશે. આ બધું થયું શુક્રવારે. ફરિયાદનો વિભાગ ૨૪ કલાક અને સાતે દિવસ ચાલુ હોય છે તેથી મને હતું કે મારી સમસ્યાનો ઉકેલ મોડામાં મોડો શનિ-રવીમાં તો આવી જ જશે.

પણ સોમવાર સુધી કશું હલ્યું નહી હોવાથી મેં છેવટે તેમના દૂરભાષ ક્રમાંક પર સંપર્ક કર્યો. સદનસિબે કોલ જોડાઈ ગયો અને કોઈક સુહૃદયી બહેન સાથે વાત થઈ. તેમણે મારી ઘટતું કરી જોયું અને ફલિત થયું કે કોઈક તકનિકી કારણોને લીધે તેમની પ્રણાલી ટૂંસંસે મોકલી શકતી નથી અને તે લોકો હવે ફોન કરીને ખરાઈ કરશે અને તે બાદ મને વિપત્ર દ્વારા મારા ખરાઈ આંકડા મોકલવામાં આવશે. આ પછી મારે દરરોજ દિવસમાં ત્રણ વખત ફોન કરવો પડતો અને તે લોકોએ મારી બહેનને ત્રણ વખત ફોન કર્યો. છેવટે ગુરૂવારે ૨૦ તારિખે મને તેમના ત્રીજા એક અધિકારીએ દુ:ખદ સંદેશો આપ્યો કે તેમણે ત્રણ વખત મારા ચલિત ક્રમાંક પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ એક વખત અમે ફોન ઉપાડ્યો નહી, બીજી વખત અમે કાપી નાંખ્યો અને ત્રીજી વખત અમે તેમણે પુછેલા પ્રશ્નોના ઉત્તર ના આપી શક્યા. મેં ઉગ્રપણે આ ટિપ્પણીનો વિરોધ કર્યો. પરંતુ અધિકારીશ્રીને ઘરે જવાનો સમય થયો હોવાથી અને સંલગ્ન વિભાગના સહુ કર્મચારીઓ ઘરે જતા રહ્યાં હોવાથી તેઓ મને કોઈ રીતે મદદરૂપ નહી થઈ શકે તેમ અસહાયતા વ્યક્ત કરી. મને બીજે દિવસે મેં તેમના પહેલા જે અધિકારી સાથે વાત કરી હતી તેમની સાથે વાત કરવાનું જણાવીને તેમણે વિદાય લીધી. પણ જતાંજતાં મેં તેમને તે લોકોએ કરેલા બધાજ કોલ્સની તવારિખ આપી તાકિદ કરી હતી કે યોગ્ય પૂછપરછ કરીને બીજે દિવસે મારી ફરિયાદ તાજી કરે.

છેવટે શુક્રવારે ૨૧ તારિખે મેં તેમણે સુચવ્યા પ્રમાને બપોરે ૩ વાગ્યે ફોન કરીને તેમના અધિકારીશ્રી સાથે વાત કરવાની વિનંતિ કરી ત્યારે મને જણાવવામાં આવ્યું કે મારી સમસ્યાનો ઉકેલ આવી ગયો છે અને મને ચલિત ખરાઈ આંકડા મારા નોંધાવેલ વિપત્ર સરનામા પર અડધા કલાકની અંદર મોકલી આપવામાં આવશે. જો કે આ ત્રીજો વાયદો હતો, એટલે આશા ઓછી હતી. પણ ભગવાનને પ્રાર્થના કરવા સિવાય કશું કરી શકાય તેમ નહોતું. તેથી પરમ કૃપાળું પરમેશ્વરને પ્રાર્થના કરતો રહ્યો અને એકાદ કલાકમાં ખરેખર ભગવાને મારી પ્રાર્થના સાંભળી કર્મચારીના હૃદયમાં કરૂણા પ્રગટાવી મને વિપત્ર દ્વારા સંદેશો પાઠવાવડાવ્યો. અને મારી દસ દિવસની આ રામકથાનો અંત આવ્યો.

મારા મનમાં ઉઠેલો સવાલ:
જે ભારતનું ટેકનિકલ જ્ઞાન દેશવિદેશની કસ્ટમર કેર સેવાઓ પુરી પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમકે અમારી બ્રિટિશ ટેલિકોમ (BT) ની લેન્ડલાઈન કોલની ગ્રાહક સેવા ભારતમાં છે, આ ઉપરાંત અનેક મોબાઈલ પ્રોવાઇડર્સના કોલ સેન્ટર્સ, સધર્ન રેલ્વે (યુકેની)ની વેબસાઈટ સપોર્ટ, વગેરે અનેક ટેકનિકલ ટીમ્સ ભારતમાં બેસીને સેવાઓ પુરી પાડે છે, તો પછી ભારતની જ કંપનીઓ કેમ એવી ગુણવત્તાની સેવા પુરી ના પાડી શકે?

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

6 Responses to રામકહાણી

 1. Kartik says:

  હંમેશા ક્લિઅરટ્રીપ.કોમ જ વાપરવાનો આગ્રહ રાખો. દાંત, દિમાગ બન્ને ઠીક રહેશે:)

  Like

 2. આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

  Like

 3. કઈં કારણસર પહેલાં કૉમેન્ટ કરી તે બાઉંસ થઈ. બહુ ઘના વખતે તમારા બ્લૉગનો મૅસેજ મલ્યો.
  રેલવે ઑનલાઇન બુકિંગના ધામ્ધિયા એતલા બધા છે કે હવે એ વધારે અઘરૂં થવા લાગ્યું છે. તમારા એકાઉંટની યૂઝર આઈડી ભૂલી ગયા હો તો એ તમે કદી ખોલી ન શકો. નવો ઍકાઉંટ ખોલાવો તો તમારે મોબાઇલ નંબર પણ નવો જ આપવો પડે. એમ કેમ થાય? કેટલા મોબાઇલ રાખવા જોઈએ?

  Like

  • બીલકુલ સાચી વાત છે. મને પણ શરૂઆતમાં એમ જ થયું કે નવું ખાતું ખોલાવું, પણ એમાં વળી પાછો નવો નંબર આપવો પડે અને તે પણ આ જ મોબાઈલ વેરિફિકેશન કોડ વગર તો આગળ વધે જ નહી. ભારત દેશની નીતિઓ જ કાંઈક એવી છે. મારું સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ખાતું છે, એમાંથી હું હમણાં પૈસા ઓનલાઈન ટ્રાન્સ્ફર કરવા ગયો, તો ત્યાં પણ આ જ ધાંધિયા, મોબાઈલ નંબર આવશ્યક અને તે પણ વેરિફાય કરાવવો પડે. ચાલો ત્યાં સુધી તો વાંધો નહી, નંબર લખાવ્યો, મને એમ કે મેસેજ આવશે, પણ ત્યાંતો કહે કે હવે એક ફોર્મ ડાઉનલોડ કરો, તે ભરીને તમારી પોતાની બ્રાંચમાં જાવ અને ત્યાં આ નંબર રજીસ્ટર કરાવો. જો આ બધું કરવાનું હોય તો ઓનલાઈન એકાઉન્ટનો અર્થ જ શું?

   Like

 4. KK says:

  રોગ નું મૂળ ટેકનોલોજી નથી.
  મૂળ છે “આપણો કામ કરવાનો એટીટ્યુદ”

  Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: