સાત્વિક ૨૦૧૧

આજે કાર્તિકભાઈના બ્લૉગ પર આ પોસ્ટ વાંચીને ભૂતકાળના એ દિવસોની યાદ તાજી થઈ ગઈ જ્યારે અમે આ સાત્વિક ફુડ ફેસ્ટિવલનું આયોજન કરતાં હતાં. આ ફેસ્ટિવલના આયોજન પાછળની પૃષ્ઠભૂમિ જોઈએ તો, સૃષ્ટિ એક સેવાભાવી સંસ્થા છે, જે અમદાવાદના આઇ.આઇ.એમ.ના પ્રોફેસર અનિલ ગુપ્તા દ્વારા સ્થાપવામાં આવી હતી. તે મૂળ ગુજરાતનાં ખૂણે-ખાંચરે પથરાયેલા એવા નાનાં ખેડૂતો, કારીગરો અને વ્યક્તિઓ માટે કામ કરે છે જેમણે પોતાની કોઠાસૂઝથી કાંઈક નવિન કર્યું હોય. સૃષ્ટિ સંસ્થાનું નેટવર્ક આખા ગુજરાતમાં ફેલાયેલું છે જેમાં મોટાભાગની ગ્રામ વિદ્યાપીઠોનો સમાવેશ થઈ જાય છે. સૃષ્ટિના પોતાના ક્ષેત્રિય શોધકો (ફિલ્ડ વર્કર્સ) અને અન્ય સંસ્થાના વિદ્યાર્થીઓ ગામે ગામ જઈને આવા કોઠાસૂઝના કલાકારોને શોધી કાઢે છે. સૃષ્ટિ આવી વ્યક્તિઓને મદદ કરે છે તેમની કોઠાસૂઝને વ્યવસ્થિત ઓપ આપવામાં. વર્ષોની આવી શોધને પરિણામે અમારી આ સંસ્થા પાસે એક મોટો ડેટાબેઝ ભેગો થયો હતો જેમાં ખેડૂતો બિનરાસાયણિક પદ્ધતિથી (એક પ્રકારની ઓર્ગેનિક) ખેતી કરતા હોય તેમની માહિતી હતી.

સૃષ્ટિમાં એક પ્રયોગશાળાની સ્થાપના કરી હતી જેમાં અમે ખેડૂતોએ વિકસાવેલી જૈવિક ખેતી માટેની મૌલિક પાકરક્ષક દવાઓ અને પશુઓ માટેની વનસ્પતિ આધારિત દવાઓ પર સંશોધન કરીને તે ફોર્મ્યુલામાં મુલ્યવૃદ્ધિ કરવાનું કામ કરતાં. અને તેમની વિક્સાવેલી ક્રુડ ફોર્મમાં રહેલી ફોર્મ્યુલાને અમે આખરી ઓપ આપી માર્કેટમાં મુકી શકાય તેવા રૂપમાં લઈ જતાં. આમ સુઘટિત રીતે પ્રયોગસિદ્ધ ફોર્મ્યુલાના રાઈટ્સ અમે માર્કેટ લિડીંગ કંપનીઝને આપીને તેમાંથી મળતી રોયલ્ટી તે ફોર્મ્યુલા ડેવલપ કરવા માટે જે લોકોની કોઠાસૂઝનો ઉપયોગ કર્યો હોય તે લોકોને વહેંચતા. એક વખત કોઈક મિટિંગ દરમ્યાન એવી ચર્ચા ચાલી કે જે લોકોએ આવી દવાઓ કે વૃદ્ધિવર્ધકો વિકસાવ્યા છે તેમના જ્ઞાનનો ઉપયોગ કરીને અમે વધુ સંશોધન કરી રહ્યાં છીએ અને તેથી મળતાં નાણાંમાંથી તેમને તો લાભ થશે, પરંતુ એવા લોકોનું શું જેમણે લુપ્ત થતાં અનાજ-કઠોળની ખેતી કરતાં રહીને તેમને બચાવ્યાં છે, કે જે લોકો માર્કેટમાં ચાલતા ઓર્ગેનિક ફુડથી અજ્ઞાત હોવાં છતાં પણ બિનરાસાયણિક ખેતી કરી રહ્યાં છે? ત્યારે અચાનક જ વિચાર આવ્યો કે આપણે એવા ઓર્ગેનિક ઉત્પાદન કરતાં ખેડુતોને અમદાવાદ જેવા હબમાં અનૌપચરિક માર્કેટ પુરૂં પાડીએ. આની સાથે સાથે અમારા અન્ય એક પ્રોજેક્ટના ભાગરૂપે અમે ગામડાઓમાં વાનગી હરિફાઈઓ કરી હતી, તે ઉપરાંત દર છ મહિને યોજાતી અમારી શોધયાત્રા (પદયાત્રા)માં પણ અમે વાનગી હરિફાઈ યોજતાં તેનો ડેટાબેઝ પણ હતો. તો નિર્ણય લીધો કે અમદાવાદના લોકો ખાવાપીવાના શોખીન છે, તો ચાલો ફુડ ફેસ્ટિવલ કરીએ જેમાં આપણે આવી દેશી વાનગીઓ કે જે લુપ્ત થતાં આનાજમાંથિઇ બનતી હોય તે પિરસીએ અને સાથે સાથે અમુક શહેરમાં પ્રચલિત વાનગીઓ પણ પિરસીએ જે જૈવિક ખેતી દ્વારા પકવેલી સામગ્રીમાંથી બનાવવામાં આવી હોય. આ વાત છે આજથી દસ વર્ષ પહેલાની.

કેમકે અમદાવાદમાં આ પ્રકારનો પહેલો ફુડ ફેસ્ટિવલ કરવા જઈ રહ્યાં હતાં, અમને ખબર નહોતી કે કેવો પ્રતિસાદ મળશે. તેનું નામ શું રાખવું તે નક્કી કરવામાં પણ અમે ઘણી કસરત કરી હતી. ત્યારે તો ખબર પણ નહોતી કે અમે ૯ વર્ષ પછી પણ આ ફેસ્ટિવલ કરતાં હોઇશું. પણ પહેલો ફુડ ફેસ્ટિવલ હિટ ગયો, અને ફિડબેક ફોર્મ્સમાં ઘણા લોકોએ આવો ફેસ્ટિવલ દર વર્ષે કરવાની વાત કરી હતી, જેથી અમે બીજા વર્ષે પણ તેનું આયોજન કર્યું અને પ્રતિસાદ પહેલા વર્ષ કરતાં પણ વધુ સારો મળ્યો. અને એમ કરતાં કરતાં આ અમારી એક રેગ્યુલર ઇવેન્ટ બની ગઈ.

ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે આ ફુડ ફેસ્ટિવલની સાથે સાથે અમે શહેરની નારીઓ માટે પણ વાનગી હરિફાઈ યોજીએ છીએ, જેમાં બિન પરંપરાગત સામગ્રી વાપરીને મહિલાઓ વાનગીઓ બનાવી લાવે. આજે ભલે સંસ્થાથી હજારો માઈલના અંતરે બેઠો છું, છતાં જે મેળાવડાના મૂળ આયોજનમાં પાયાની ભૂમિકા ભજવી હતી તે મેળાવડો હજુ આજે પણ યોજાતો જોઈને મન એવું તો હરખાઈ ઉઠે છે કે મારું બ્રેઇન ચાઇલ્ડ હજુ આજે પણ જીવિત છે. અને તેના સક્રિય આયોજનમાં ભાગ ના લઈ શકવાનો રંજ પણ થતો રહે છે.

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

3 Responses to સાત્વિક ૨૦૧૧

 1. Kartik says:

  સાત્વિક ફેસ્ટિવલનો ઈતિહાસ જાણવાની મજા આવી. અને, ફેસ્ટિવલ ખરેખર સરસ છે. હવે, આવતી વખતે બપોરે આરામથી જઈશું અને દરેક વાનગી-વસ્તુઓનો ટેસ્ટ કરીશું 🙂

  Like

 2. ધવલભાઈ,
  તમે સમાજને ધ્યાનમાં રાખીને ઘણું કામ કર્યું છે, એ આ લેખથી સમજાય છે. આના માટે સલામ.

  Like

  • અરે ના દીપકભાઈ, સમાજ માટે તો સંસ્થા કામ કરતી હતી. હું તો બસ એ સંસ્થા સાથે સંકળાયેલો હતો. હા, ઈશ્વરની કૃપા સમજું છું કે તેણે મને એવા કામે વળગાડ્યો કે જ્યાં હું સમાજ માટે કશુંક કરી શક્યો. પણ સંચિત કર્મો કેમ જાણે ઓછા પડ્યાં તે એ કામ છોડીને અહીં પારકી ધરતી પર આવી વસ્યો.

   Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: