ગુજરાતી વિકિપીડિયાની પ્રથમ વેબ કોન્ફરન્સ

મુંબઈમાં યોજાયેલી વિકિકોન્ફરન્સ પછી ગુજરાતી વિકિપીડિયામાં નિયમિત યોગદાન કરતાં સભ્યોની સંખ્યામાં વધારો થયો છે. અશોકભાઈએ અમારી જૂનાગઢમાં થયેલી મુલાકાતની વાત અહીં કરી તે પછી બ્લૉગર મિત્રો પણ વિકિપીડિયામાં યોગદાન કરવા જોડાયા કે પુનઃસક્રિય થયા છે. કેમકે હાલમાં ઘણા નવા સભ્યો યોગદાન કરી રહ્યાં છે, તે સહુને એક સાથે મળવા અને વિકિપીડિયા વિષે ચર્ચા કરવાના આશયથી એક નવતર પ્રયોગ રૂપે સૌપ્રથમ વખત વેબ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. નવા કામની શરૂઆત માટે નવા વર્ષથી વધુ સારો સમય ક્યાં મળવાનો હતો? માટે જ બેસતા વર્ષને દીવસે સવારે ૧૧ વાગ્યે ઓનલાઇન થવાનું નક્કી કર્યું છે. તેનું આમંત્રણ ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદી દ્વારા તો સહુને મોકલ્યું જ છે. પરંતુ થયું કે અહીં પણ તમને સહુને જણાવું, જેથી જો કોઈને રસ હોય તો અમારી સાથે જોડાઇ શકે.

જો તમારે પણ અમારી સાથે આ રવિવારે (૧ જાન્યુઆરી ૨૦૧૨) સવારે ચર્ચામાં જોડાવું હોય તો સ્ક્યાપ (skype) પર લૉગ ઇન થઇને gu.wikipedia ને એડ કરજો. હું ભારતીય સમય મુજબ સવારના ૧૧ વાગ્યાથી ઓનલાઇન હોઇશ. એકાદ કલાક માટે ચર્ચા કરવાનો વિચાર છે. સભ્યોના પ્રતિભાવ પર સમયમાં વધઘટ થવાની પુરેપુરી સંભાવના છે. પણ આપને ઇચ્છા હોય તો આપ પોતાને અનુકૂળ સમય માટે પણ અમારી સાથે જોડાઇ શકો છો. જો સ્કાયપ પર ઓનલાઇન થવામાં કોઇ મુશ્કેલી હોય તો બેક-અપ તરીકે યાહુ મેસેન્જરનો પણ ઉપયોગ કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. અને તેમાં પણ મેળ ના પડે તો છેવટે ગુગલ ટોકનો સહારો લઈ શકાશે. ગુગલ ટૉકની તકલીફ એક જ છે કે તેમાં એકથી વધુ લોકો જોડો એકીસાથે વાત કરવાનો ઓપ્શન નથી. ત્રણે જગ્યાએ સંપર્ક કરવા માટેનું આઇડી એક જ રહેશે, gu.wikipedia.

ગુગલ ટૉક લેબ્સ એડિશનમાં કોન્ફરન્સની સગવડ છે તેમ જાણવા મળ્યું છે. તેની આ લિંક પણ મળી છે, ઇન્સ્ટોલ તો થયું પણ ચાલતું હોય તેમ લાગતું નથી. જોકે હજુ એક આખો દીવસ છે અખતરા કરવા માટે…

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

2 Responses to ગુજરાતી વિકિપીડિયાની પ્રથમ વેબ કોન્ફરન્સ

  1. Kartik says:

    આવી કોઈ મિટિંગ હોય તો બે-ત્રણ દિવસનો સમય આપવા વિનંતી, જેથી અમારા જેવા આળસુ લોકો પણ જોડાઈ શકે 🙂 હમણાં જ મારી Wikipedia takes Ahmedabad વાળી પોસ્ટ તમે જોઈ?

    Like

    • હા જી, તમારી પોસ્ટ જોઈ અને અમદાવાદમાં ના હોવાનો અફસોસ પણ થયો. અને આળસુમાં તો તમારા કરતા વધારે આળસુ હું છું, એટલે જ તો આ પોસ્ટ મુકવામાં પણ આળસ કરીને મોડો પડ્યો. પણ ચોક્કસ ધ્યાનમાં રાખીને આવતી વખતે વેળાસર જણાવીશ.

      Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: