વિકિપીડિયા ગુજરાતી વેબ મીટિંગ ૨

આ રવિવારે અને આવતા રવિવારે ભારતીય સમય મુજબ સવારના ૧૧ વાગ્યે વેબ મીટિંગનું આયોજન કર્યું છે. ખાસ કરીને તો સભ્યોને અમુક મૂળભૂત બાબતોથી અવગત કરાવવા, લેખન અને સંપાદન વખતે તથા ભાષાંતર કરતી વેળા ધ્યાનમાં રાખવા જેવી બાબતો, જેવા મુદ્દાઓ ચર્ચવાનો વિચાર છે. આ ઉપરાંત સભ્યોને કોઈ સમસ્યા હોય તો તેની પણ ચર્ચા કરીશું જ. ગઈ વખતે ૩-૪ જણાં આકસ્મિક સંજોગોને કારણે જોડાઈ નહોતા શક્યા પણ એક સભ્ય સાથે સારી એવી ચર્ચા થઈ હતી. આ વખતે પહેલા સુચન ૨૯ જાન્યુઆરીનું હતું અને પછી ૫ ફેબ્રુઆરીનું. કોઈકને એક તારીખ નથી ફાવે તેમ તો અન્યને બીજી, માટે આ બંને દિવસે મીટિંગ રાખવાનું નક્કી કર્યું છે. જો તમને પણ વિકિપીડિયામાં રસ હોય (અને ના હોય તો રસ લેવો હોય) તો રવિવારે સવારે સ્કાયપ (skype) ID gu.wikipedia પર મળીએ. જો તમે મને ઓનલાઇન મળવાના હોવ તો gu.wikipedia(at)gmail.com પર કે અહીં નીચે પ્રતિભાવમાં જણાવશો તો તે દિવસે સવારે તમારી રાહ જોવાની ખબર પડશે.

આ ઉપરાંત જો ગુજરાતી વિકિપીડિયાની ગતિવિધિઓની જાણકારી નિયમિત રીતે મેળવવા ચાહતા હોવ તો અમારું મેઇલિંગ લિસ્ટ પણ છે, તેમાં જોડાઇ શકો છો.

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

9 Responses to વિકિપીડિયા ગુજરાતી વેબ મીટિંગ ૨

 1. GUJARATPLUS says:

  What’s an easy way to post new article on Wikipedia-gu?
  Do they allow copy/paste articles?
  Do your members have fluent English-Gujarati translators?
  Are these members capable to challenge Hindi Wikimedia?

  Like

  • ગુજરાતી વિકિપીડિયામાં નવો લેખ લખવા માટેનો સૌથી સરળ રસ્તો છે સભ્યનામ બનાવી ત્યાં લખવાનું શરૂ કરો.
   ના, અન્ય કોઈપણ જગ્યાએ પ્રસિદ્ધ થયેલું કોઈપણ લખાણ બેઠેબેઠું ગુજરાતી વિકિપીડિયામાં ચલાવવામાં આવતું નથી.
   ફ્લુઅન્ટ અંગ્રેજી-ગુજરાતી અનુવાદકોનું શું કામ છે? તે જણાવો તો જવાબ આપવામાં સરળતા રહેશે.
   હિંદી વિકિમીડિયાને ચેલેન્જ કરવાનું? શેના માટે? કયા મુદ્દા પર? અને તેના માટે ગુજરાતી વિકિપીડિયાના સભ્યોની જ જરૂર કેમ પડે?

   Like

 2. GUJARATPLUS says:

  ફ્લુઅન્ટ અંગ્રેજી-ગુજરાતી અનુવાદકોનું શું કામ છે? તે જણાવો……….

  For example,you may take a look at this article.you may click on Gujarati or Hindi to read in that language. There are so many subjects in Wikipedia whose translation is not available in Hindi or Gujarati.

  http://en.wikipedia.org/wiki/Mohandas_Karamchand_Gandhi

  This is interesting topic but no translation in Hindi or Gujarati for average readers.

  http://en.wikipedia.org/wiki/Relationship_between_religion_and_science

  હિંદી વિકિમીડિયાને ચેલેન્જ કરવાનું? શેના માટે?
  Take a look at Hindi blogs and see the language clarity and discipline.Hindi is well ahead in knowledge source translations and in language promotion than Gujarati.
  If we can write Sanskrit in Gujarati why not Hindi?

  Like

  • http://en.wikipedia.org/wiki/Mohandas_Karamchand_Gandhi ને ગુજરાતીમાં વાંચવા માટે જુઓ http://gu.wikipedia.org/wiki/મહાત્મા_ગાંધી

   અંગ્રેજી વિકિપીડિયામાં યોગદાનકર્તાઓની ઘણી મોટી ફોજ છે, અને હોય પણ ખરી કેમકે દુનિયામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરનારા અબજોની સંખ્યામાં છે, જ્યારે ગુજરાતી ભાષા બોલનારા તેની સરખામણીમાં ઘણા ઓછા અને તેમાં પણ ગુજરાતીમાં લખનારા/વાંચનારા તો એથી પણ ઓછા, માટે અંગ્રેજીમાં ઉપલબ્ધ દરેખ લેખનું ગુજરાતી વિકિપીડિયામાં એકી સાથે હોવું લગભગ અશક્ય છે.

   હિંદી બ્લૉગ્સ સાથે સરખામણી ના કરી શકીએ, કેમકે બ્લૉગ્સ એ વ્યક્તિના પોતાના વિચારો રજૂ કરતું માધ્યમ છે, જ્યારે વિકિપીડિયા આવા વ્યક્તિગત વિચારોને કોઈ મહત્વ આપતું નથી. વિકિપીડિયામાં સસંદર્ભ પ્રસ્થાપિત થયેલા તથ્યોને જ સ્વિકારવામાં આવે છે. બ્લૉગ લેખનમાં લેખકના પોતાના વિચારો તેની પોતાની ભાષામાં રજૂ થાય છે. એટલે ત્યાં તે ખોટી જોડણી વાપરે, ગુજરાતી-હિંદી કે ગુજરાતી-અંગ્રેજીની ખીચડી વાપરે કે ઊંઝા જોડણીમાં લખે તેના ઉપર કોઈ નિયંત્રણથોતા નથી, જ્યારે ગુજરાતી વિકિપીડિયામાં મૂળ જોડણી સાથે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં જ લખવામાં આવે છે (ટેક્નિકલ શબ્દોના અપવાદને બાદ કરતા).

   ગુજરાતી વિકિપીડિયામાં આપને ભાવભર્યું આમંત્રણ છે, આપ જો અંગ્રેજીમાંથીઇ ગુજરાતી કરવાની ફાવટ ધરાવતા હોવ તો આજે જ ગુજરાતી વિકિપીડિયામાં ભાષાંતર કરવાનું શરૂ અક્રો. તેને માટે તમરે ત્યાં ખાતું ખોલવાની પણ જરૂર નથી. કોઈ પણ મદદની જરૂર હોય તો તમે અહિં અથવા ત્યાં મારા ચર્ચાનાં પાનાં (http://gu.wikipedia.org/સભ્યની_ચર્ચા:Dsvyas) પર સંપર્ક કરી શકો છો.

   Like

 3. GUJARATPLUS says:

  Mr.Vyas,

  Your Gujarati language commend is very good.
  Why not write more articles about promoting Gujarati Lipi?

  What are your plans to promote Gujarati Lipi in Hindi states?
  Do you prefer to write Gujarati in Devanagari Script?
  Can Hindi be taught in schools in Gujarati Lipi?
  Can they publish Hindi news papers in Gujarati Lipi?
  What’s wrong with Gujarati Lipi compared to Devanagari lipi?
  In the past,How did Hemachandra and other poests challenge all Sanskrit Pundits in developing simple Gujarati Lipi?

  I

  Like

  • મારા ગુજરાતીના વખાણ બદલ આભાર.
   હું ગુજરાતી ભાષા માટે જે બને તે કરી છુટવા તૈયાર છું જ, અને ગુજરાતી ભાષા ગુજરાતી લિપિમાં જ લખાય તેનો આગ્રહ રાખું છું, માટે ગુજરાતી લિપિના પ્રચારનો કોઈ અવકાશ જોતો નથી. અન્ય ભાષાઓ પોત-પોતાની લિપિમાં લખાય તે જ ઉચિત છે. કેમકે દરેક ભાષાએ પોતાના સ્વર અને વ્યંજનો માટે પોતાની વર્ણમાળા અને લિપિ બનાવી છે, જેમકે હિંદીમાં જ અને ઝની અવ્ચ્ચે અન્ય એક જ/ઝ આવે છે, જે ગુજરાતીમાં નથી. તે જ રીતે ડ અને ળની વચ્ચેનો એક વર્ણ પણ છે, જે આપણી લિપિમાં નથી. તમિલ લિપિમાં મેં સાંભળ્યા અનુસાર ફક્ત ૧૬ કે ૧૮ જ વ્યંજન છે, માટે જો તમિળ ગુજરાતી લિપિમાં લખાતી થાયતો આપણા અનેક વ્યંજનો અવઢવ પેદા કરે, જેમકે ક-ખ-ગ-ઘ આ ચારે માટે તેમની પાસે એક જક્ષર છે, એટલે જ કદાચ તમે જો ધ્યાન દીધું હોય તો ખ્યાલ હશે કે તે લોકો (તમિળભાષી લોકો) સન્મુખન નામને અંગ્રેજીમાં ક્યારેખ સન્મુગન લખે છે. તનો થ અને થનો ત કરે છે. આમ એક ભાષા માટે તેની નિર્ધારીત લિપિને સ્થાને અન્ય લિપિ વાપરવી અશક્ય છે, માટે આપણે આપણું સાચવીને બેસી રહેવું અને અન્યને તેની મરજી પ્રમાણે કરવા દેવું તેમ મારૂં માનવું છે, માટે મારાથી ફક્ત ગુજરાતી લિપિનો પ્રચાર નહી થઈ શકે. માફ કરશો.
   અને ફક્ત હું જ નહી, ગુજરાતી લખનાર કોઈ પણ વ્યક્તિ ગુજરાતી ભાષા દેવનાગરી લિપિમાં લખવાનું પસંદ નહી કરે, અને મારા ધ્યાનમાં એવી કોઈ વ્યક્તિ, સ્થળ કે પ્રકાશન છે પણ નહી જે ગુજરાતી ભાષાનું લખાણ દેવનાગરી લિપિમાં લખતું/છાપતું હોય.
   અને હિંદી છાપાં ગુજરાતી લિપિમાં શું કામ પ્રસિદ્ધ કરવા?
   સંસ્કૃત પણ ગુજરાતી લિપિમાં લખવું? હિંદી અને સંસ્કૃત બંને દેવનાગરી લિપિમાં લખાય છે, તો ફક્ત હિંદી માટે જ આ દુરાગ્રહ કેમ? કેમ સંસ્કૃત માટે નહી?
   અને હેમચંદ્રાચાર્ય વાળા તમારા પ્રશ્નનો જવાબ મને ખબર નથી. માફ કરશો.

   મારા એક પ્રશ્નનો જવાબ આપશો? આપ પોતે કેમ ગુજરાતી લિપિનો ઉપયોગ નથી કરતા?

   Like

 4. GUJARATPLUS says:

  મારા એક પ્રશ્નનો જવાબ આપશો? આપ પોતે કેમ ગુજરાતી લિપિનો ઉપયોગ નથી કરતા?

  Mr.Vyas

  First of all I am not linguistic and some time I could not find correct Gujarati words without looking in Google translation.At the same time I am slow in typing.I got interested in Gujarati blogs after looking all Indian language Scripts in Google Transliteration and thought of promoting simple Gujarati Lipi. For me it’s very time consuming to write in Gujarati using Gujarati Keyboard.
  Have a fun.
  Thanks.

  http://kiranomics.wordpress.com/2010/03/01/hindi-not-our-national-language-2/#comment-25

  Like

  • ચાલો અજે એક વાર્તા કહુ, જે મારા પપ્પા પાસેથી હું બાળપણમાં સાંભળતો…

   સંત જ્ઞાનદેવ પાસે એક દિવસ એક દંપતી આવે છે અને જણાવે છે કે તેમનો પુત્ર ગોળ ખુબ ખાય છે, અને સંત જ્ઞાનદેવને આ બાળકને ગોળ ના ખાવાના આશીર્વાદ આપવા માટે વિનંતી કરે છે. જ્ઞાનદેવ તેમને પંદર દિવસ પછી પાછા આવવા કહે છે. આ દંપતી પંદર દિવસ પછી ફરી પાછા પોતાના પુત્રને લઈને જ્ઞાનદેવ પાસે આવે છે. જ્ઞાનદેવ બાળકને પોતાની પાસે બોલાવી તેને પ્રેમથી ગોળ ખાવાનું બંધ કરવા જણાવે છે, બસ આટલું જ. થોડા સમય પછી આ દંપતી પાછું આવે છે અને જ્ઞાનદેવને કહે છે કે તેમના આશીર્વાદથી બાળકે ગોળ ખાવાનું બંધ કરી દીધું છે. તેઓ સંત જ્ઞાનદેવને એક પ્રશ્ન પુછે છે કે, તમે બાળકને ફક્ત શિખામણ જ આપી હતી જે તમે અમે લોકો તમને પહેલી વાર મળવા આવ્યા ત્યારે પણ આપી શકતા હતા. તો પછી અમને પંદર દિવસ પછી પાછા બોલાવીને તે સમયે જ આ સાદીસીધી વાત કેમ જણાવી? જવાબમાં જ્ઞાનદેવજી કહે છે, “જ્યારે તમે લોકો પહેલી વખત મારી પાસે આવ્યા ત્યારે હું પોતે પણ ગોળ બહુ ખાતો હતો. હવે જ્યારે હું પોતે જ ગોળ ખાતો હોઉં ત્યારે હું કેવી રીતે અન્ય કોઈને તે વસ્તુ ના ખાવાની શિખામણ આપી શકું? અને માટે જ તમારી પાસે માંગેલી એ પંદર દિવસની સમય મહોતલમાં મેં પોતે ગોળ ખાવાનું બંધ કર્યું અને પછી બાળકને શિખામણ આપી.”

   અસ્તુ!

   Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: