ચાન્સ કે ઈમાનદારી (૨)?

આગળ જણાવ્યો તેવો અન્ય એક અનુભવ તાજેતરમાં ઑગસ્ટ મહિનામાં જ્યારે ભારત ગયો હતો ત્યારે થયો. મારા જીજાજીએ અહીંથી HTCનો મોબાઇલ ફોન મંગાવ્યો હતો. અહીં યુ.કે.માં નેટવર્ક લોક કરેલા મોબાઇલ્સ મળે જેને ભારતમાં કે અન્ય ક્યાંય પણ વાપરવા માટે અનલોક કરાવવા પડે. જીજાજી ફોન અનલોક કરાવવા રિલીફ રોડ પરના જૂના કૃષ્ણ ટોકિઝની જગ્યાએ બનેલા શોપિંગ સેન્ટરમાં લઈ ગયા અને અનલોક કરાવીને લાવ્યા ત્યારે મારું ધ્યાન ગયું કે ફોનની સાથે મફત આવેલું 2 GB માઇક્રો એસડી કાર્ડ ફોનમાંથી ગાયબ હતું. હું અને મારી બહેનતો જીજાજી પર ચઢી બેઠા કે જઈને એની પાસેથી પાછું લઈ આવો. ફોન અનલોક કરવાના એણે ૩૦૦ રૂપિયા હતાં જ્યારે કાર્ડની કિંમત પણ ઓછામાં ઓછી ૩૦૦ તો હશે જ. એણે કાર્ડ કાઢી લીધું તો અનલોક મફત કરી આપવું જોઈતું હતું, અને તે પણ જણાવીને. જીજાજી વ્યવહારૂ દૃષ્ટિથી કહેવા માંડ્યા કે એ હવે કશું પાછું નથી આપવાનો અને એની સાથે ઝગડીને શું ફાયદો. છતાં ૨ દિવસ સુધી હું અને મારી બહેન એમને વારે ઘડીએ કાર્ડ લઈ આવવા માટે આગ્રહ કરતા જ રહ્યાં.

છેવટે જ્યારે મને લાગ્યું કે એ નહી જ જાય ત્યારે હું ત્યાં ગયો અને જીજાજીને પુછીને જે દુકાનેથી તેમણે અનલોક કરાવ્યું હતું ત્યાં જઈને કહ્યું કે ૨ દિવસ પહેલા અમુક વાગ્યાના સમયે HTC Wildfire ફોન અનલોક કરાવ્યો હતો તેનું કાર્ડ તેમની પાસે રહી ગયું છે (હા ભાઈ, એવું તો કહેવાય નહીને કે તેમણે કાઢી લીધું છે, કાણાને કાણો કહેવાતો હશે?). કાઉન્ટર પર બેઠેલો માણસ તો મુકરી જ ગયો કે એવું કોઈ અનલોક કર્યાનું તેને યાદ નથી. થોડી લમણાઝીક કરતો હતો ત્યાં જ અંદરથી અન્ય વ્યક્તિ બહાર આવી અને તેણે પુછ્યું, “તમે આવ્યા હતાં ફોન લઈને?” હું કશું કહું તે પહેલા તેણે જ નિર્ણય જાહેર કર્યો કે, “ના, તમે નહોતા આવ્યા”. મેં જણાવ્યું કે મેં ક્યાંય એવો દાવો કર્યો નથી કે હું આવ્યો હતો, જે આવ્યું હતું તેની પાસેથી તમે આ કાર્ડ કાઢ્યું છે જે પાછું આપ્યું નથી. હવે મારી ભૂલ હોય તેમ પેલા અંદરથી આવેલા માણસે તેની હાથમાંથી કાર્ડ કાઢી મને આપતા કહ્યું, “આ લો કાર્ડ, મેં ના કહ્યું કે તમે નહોતા આવ્યા”.

જે હોય તે, મને તો મારું કાર્ડ ધાર્યા કરતા વધુ સરળતાથી મળ્યું એટલે હું તો ખુશ થતો ઘરે ગયો. પણ હજુ પણ સમજાયું નથી કે એ તેની ઈમાનદારી હતી કે તે પણ ચાન્સ જ લેતો હતો?

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

2 Responses to ચાન્સ કે ઈમાનદારી (૨)?

  1. મને લાગે છે કે એ ઇમાનદાર હતો, માત્ર લીગલ ભાષામાં વાત કરતો હતો. તમને એમ દેખાડવા માગતો હતો કે તમારો એ કાર્ડ માગવાનો અધિકાર નહોતો, પણ એ પોતે તમારી વાત માને છે અને પોતે ઇમાનદાર છે એટલે આપે છે. આમ એ ઇમાનદાર તો હતો જ પણ તમારા પર ઉપકાર કરવાની સાથે તમને એમ પણ દેખાડવા માગતો હતો કે એ ઇમાનદાર છે. ઇમાનદાર માત્ર હોવું તે પૂરતું નથી, ઇમાનદાર હોવાનું દેખાડવાનું પણ જરૂરી છે એવી એની જીવનની ફિલસુફી હશે એમ મને લાગે છે.

    Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: