વિકિપીડિયામાં બે મહત્વના ફેરફારો

વિકિપીડિયામાં ગયા ૧૦-૧૨ દિવસ દરમ્યાન થયેલા બે મહત્વના ફેરફારો સૌના ધ્યાને લાવવા ચાહું છું. પહેલો અને મારા મતે વધુ અગત્યનો ફેરફાર છે, કડીઓની પાછળ લાગેલી પૂંછડીઓને આંતરિક કડી તરીકે દર્શાવવાનો જેને અંગ્રેજીમાં linktrail કહે છે. એટલે કે જો તમે નોંધ્યું હોય તો અત્યાર સુધી ચોરસ કૌંસમાં કશુંક લખ્યું હોય અને તેને અડોઅડ કૌંસની બહાર કશુંક લખ્યું હોય તો ફક્ત કૌંસની અંદરના લખાણને જ વાદળી રંગમાં (કે લાલ રંગમાં) દર્શાવવામાં આવતું અને તેની બહારના લખાણને નહિ. દા.ત. [[મહેસાણા]]માં એમ લખ્યું હોય તો મહેસાણા વાદળી રંગમાં પણ ‘માં’ કાળા રંગમાં જ દેખાતું (મહેસાણામાં). હવે આખું ‘મહેસાણામાં‘ વાદળી રંગમાં દેખાશે. ઉદાહરણ તરીકે જુઓ નીચેની બે છબીઓ:

no Linktrail

કડીની પૂંછડીઓ (linktrail) સક્રિય થઈ તે પહેલા આવું દેખાતું…

Linktrail

હવે આવું દેખાય છે

અને બીજો ફેરફાર એ છે કે, હવેથી વિકિમીડિયાની બધી જ સાઇટો એટલે કે બધી જ ભાષાના વિકિપીડિયા, વિકિસ્રોત, વિક્શનરી, વગેરેમાં સભ્યનામ (username) અને ગુપ્તસંજ્ઞા (password)નો ઉપયોગ કરીને દાખલ થયેલા સભ્યો (logged in users) ફક્ત સુરક્ષિત જોડાણ (secure connection) એટલે કે https://થી જોડાશે. આ આપણા સૌના હિતમાં છે. એના કારણે તમારું સભ્યનામ અને ગુપ્તસંજ્ઞા સુરક્ષિત રહેશે. શક્ય છે કે કદાચ આને કારણે તમને વિકિપીડિયા ધીમું ચાલતું હોય તેમ લાગે (જો કે એની શક્યતા નહિવત્ છે). જો કોઈ કારણે તમારે આ https://ને બદલે http:// જોડાણ જ વાપરવું હોય તો તમારી પસંદમાં જઈને શરૂઆતના મૂળ માહિતી વિભાગમાં છેલ્લો પર્યાય સભ્યનામથી પ્રવેશ કર્યો હોય ત્યારે સુરક્ષિત જોડાણ (https) જ વાપરો છે તેની આગળના ખાનામાં ક્લિક કરીને તેની અંદરની ખરાની નિશાની દૂર કરવાની રહેશે (જુઓ નીચેની છબી). જો કે પ્રવેશ કરતી વખતે એટલે કે લોગ-ઈન કરતી વખતે ફરજીયાત પણે સુરક્ષિત જોડાણ જ વપરાશે.

તમારી પસંદ

તમારી પસંદમાં સુરક્ષિત જોડાણ કેવી રીતે નિષ્ક્રિય કરવું

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

2 Responses to વિકિપીડિયામાં બે મહત્વના ફેરફારો

  1. આજ કાલ બ્લોગની પોસ્ટ ઉપર પ્રતીભાવ ઓછા થતા જાય છે.

    એમાં વળી પ્રતીભાવ મોડરેટ થતા હોય તો Your comment is awaiting moderation જોવા મળે.

    વીકીપીડીયાને નીયમીત જોવાનો મને મોક્કો મળે છે અથવા મોકો ગોતી લંઉ છું. જોઈએ ધવલભાઈની પોસ્ટ ઉપર મારી કોમેન્ટ હમણાં જ મંજુર થશે કે મોડરેટ પછી..

    Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: