માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ

સૌપ્રથમ આપ સહુને ગુજરાતીમાં સાલ મુબારક! અને સંસ્કૃતમાં નૂતન વર્ષાભિનંદન!

Imageઆજે વિકિપીડિયામાં અમદાવાદ વિષેના લેખમાં કોઈક રીતે જઈ ચડ્યો તો ધ્યાને આવ્યું કે ત્યાંના માહિતીચોકઠામાં અમદાવાદનું હુલામણું નામ માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ લખેલું છે. વિકિપીડિયામાં માહિતીચોકઠું એ છાપા કે સામયિકમાં લેખની વચ્ચે ચોકઠામાં લેખનો કોઈ અંશ હાઇલાઇટ કર્યો હોય છે તેવી રીતે વપરાતું એક ચોકઠું છે, જેમાં જે-તે લેખમાં રહેલી અગત્યની બાબતો ટૂંકમાં દર્શાવીહોય છે. દેશ, શહેર કે ગામ વિષેના લેખમાં જે તે સ્થળનું નક્શામાં સ્થાન, તેની વસ્તી, નેતા, ભાષા, વગેરે જેવી માહિતી સંક્ષેપમાં આપેલી હોય છે. હવે વાત એ છે કે આ ચોકઠામાં માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટનો ઉલ્લેખ છેક ૧૦ જૂન ૨૦૧૨થી છે, મેં અનેક વખત વાંચ્યું પણ હશે, પણ કોઈક કારણે આજે મનમાં પ્રાશ્ન થયો કે, શું ખરેખર આજે પણ અમદાવાદનું હુલામણું નામ માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ કે માન્ચેસ્ટર ઓફ ધ ઇન્ડિયા છે?

આપણને આ નામ જ્યારે અમદાવાદનો મીલ ઉદ્યોગ ધમધમતો હતો ત્યારે મળ્યું હતું અને એનું કારણ હતું કે તે સમયે આપણી ઉપર અંગ્રેજોનું શાશન હતું. અંગ્રેજોના દેશમાં માન્ચેસ્ટર શહેર કાપડ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર હતું અને ત્યાં પણ અમદાવાદની જેમ જ મસમોટો મીલ ઉદ્યોગ હતો. આમ એ વખતે અંગ્રેજોના બે શહેરોની સરખામણી તેના ઔધોગીકરણ અને તેમાં પણ ખાસ કરીને કાપડની મીલોને કારણે થતી. આઝાદી પછી અને મજૂર યુનિયનનોની દાદાગીરીને કારણે અમદાવાદનો મીલ ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો અને લગભગ ૮૦ના દાયકાની શરૂઆત પહેલા તો તેણે કદાચ પોતાના આખરી શ્વાસ લઈ લીધા હતા. ૮૦ સુધી એ થોડાઘણા અંશે જીવિત હતો એ એટલા માટે કહું છું કે ૮૫ની સાલ સુધી અમે ખાડિયામાં રહ્યા, અને મારી સ્મૃતિમાં હજુ છે કે અમે રાત્રે ૧૦ વાગ્યાની, સવારે ૪ વાગ્યાની, વગેરે મીલની સાયરનો સાંભળતા. ઊનાળાના વેકેશનમાં પોળમાં રમતા હોઈએ ત્યારે રાતની સાયરન સાંભળીને ઘરે જવાની તૈયારી કરતા, અથવા કોઈ કારણે રમવાનું ચાલુ રાખઈએ તો પોળના કોઈ વડીલ ડોલ ભરીને પાણી રેડીને કહેતા કે હવે તો ૧૦ની (કે ૧૦.૩૦ની) સાયરન થઈ ગઈ, ઘરે જાવ. છાપરે સૂતા ત્યારે વહેલી સવારની સાયરનથી ઊંઘ ઊડી જતી. પણ ૮૩-૮૪ના વર્ષોમાં મારા પરમ મિત્રના પિતાશ્રીની મીલ બંધ થયાના સામાચાર મને યાદ છે. અને કદાચ એ જ અરસામાં આ બધી સાયરનો સંભળાતી બંધ થયેલી.

એ જ રીતે આપણી આઝાદી પછીના કાળમાં, એટલે કે ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછીના સમયમાં જ્યારે બ્રિટન યુદ્ધની અસરોમાંથી બેઠું થવા માંડ્યું ત્યારે અને ત્યાર પછી બ્રિટનની કન્ઝર્વેટીવ સરકાર હસ્તક બીન-ઔધોગીકરણની હવા ચાલી તેમાં સપડાઈને માન્ચેસ્ટરનો મીલ ઉદ્યોગ પણ પડી ભાંગ્યો. ૧૯૬૩માં માન્ચેસ્ટરનું જે બંદર કાપડ અને મીલોના કોલસાની હેરફેર કરીને બ્રિટનના ત્રીજા ક્રમના બંદરનું સ્થાન પામ્યું હતું તે ૧૯૮૨માં કોઈ ખાસ વેપાર નહિ મળતો હોવાને કારણે બંધ કરી દેવું પડ્યું. એ જ અરસામાં માન્ચેસ્ટરની મીલો પણ બંધ પડવા માંડી અને દોઢ લાખ જેટલા લોકોએ પોતાની રોજીરોટી ગુમાવી.

આમ માન્ચેસ્ટર ઓફ વેસ્ટ અને ઈસ્ટ કદાચ એક સાથે ઉદિત થયા અને એક જ સાથે અસ્ત પણ થયા. અમદાવાદને એ નામ કોણે અને ક્યારે આપ્યું એ શોધવા છતાં હું જાણી નથી શક્યો. પણ આજે જ્યારે માન્ચેસ્ટર, માન્ચેસ્ટર નથી રહ્યું અને અમદાવાદ એવું અમદાવાદ નથી રહ્યું ત્યારે પણ શું અમદાવાદને એ નામ બંધ બેસે છે? કદાચ આજે અમદાવાદમાં કોઈ વિદેશી પર્યટક આવે, અરે કોઈ માન્ચેસ્ટરવાસી જ આવે અને આપણે કહીએ કે અમારું શહેર માન્ચેસ્ટર ઓફ ઈસ્ટ કે માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા કહેવાય છે તો શું તે સમજી શકે કે એવું કેમ હશે?

એના બદલે મને તો એમ લાગે છે કે હવે અમદાવાદનું હુલામણું નામ કર્ણાવતી હોવું જોઈએ. બિનસત્તાવાર રીતે ભા.જ.પ. તો આ શહેરને કર્ણાવતી કહે જ છે, અને એ જ રીતે અનેક હિંદુ અમદાવાદીઓ પણ પોતાના શહેરને કર્ણાવતી કહેવડાવવામાં ગૌરવ અનુભવે છે. ભલે રાજકરણીય-ઐતિહાસિક રીતે કર્ણાવતી નગર હતું કે નહિ, અને જો હતું તો એ આજના અમદાવાદની જ જગ્યાએ હતું એ કોઈ રીતે સ્પષ્ટ થયું ન હોય અથવા સ્પષ્ટ થયું હોય અને આજના કહેવાતા બુદ્ધિજીવીઓ એ સ્વીકારવા તૈયાર ન હોય, પણ તે શહેરની પ્રજા તો શહેરને કર્ણાવતી કહેવાડવામાં પોતાનું ગૌરવ સમજે છે. તો આજના પરિપ્રેક્ષ્યમાં અમદાવાદનું હુલામણું નામ કર્ણાવતી કેમ ન હોવું જોઈએ?

(તા.ક.: હિંદુત્વ વિરોધી તત્ત્વોએ, કોંગ્રેસીઓએ કે ભાજપ વિરોધીઓએ કર્ણાવતીના બદલે આશાવલ કે આશાપલ્લી નામોની ભલામણ કરવી નહિ… તેમની લખેલી કોમેન્ટ્સ એપ્રુવ કરવામાં નહિ આવે… )

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

8 Responses to માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ

 1. Aaje amdavad ne ahmedabad mathi karnavati sudhi pahonchadvu bahu mushkel bharyu lage chhe; jyare mochester nam to taddan nirthak chhe!

  Like

 2. અમદાવાદ શહેરની એક તાસીર ખાસ નોંધવા લાયક ગણાય – શહેરની પરિવર્તનક્ષમતા.
  જ્યારે અમદાવદ શહેરનાં અર્થતંત્ર તેમ જ સામાજીક વ્યવસ્થાઓ અને મહ્દ્‍ અંશે સાંસ્કૃતિક વિચારધારા્ને પણ આ કાપડ ઉદ્યોગે એક આગવી ઓળખ પૂરી પાડી હતી. શહેરનાં વજૂદ સમો આ ઉદ્યોગ જ્યારે નામ શેષ થ ઇ ગયો, ત્યારે શહેર્ની આર્થિક વ્યવસ્થાને પણ સરખો ઝાટકો તો લાગ્યો જ હતો, પણ કાપડ ઉદ્યોગ પર સીધી રીતે નભતા એક સમાજની સામાજીક વ્યવસ્થાને તો એ મરણતોલ ફટકો પરવડી શકે તેમ હતો.
  પરંતુ શહેરની પરિવર્તનક્ષમતાની તાસીરને દાદ દેવી રહી કે શહેર આ પરિવર્તનને પચાવી ગયું અને ફરીથી એમ મેગા સિટિ રૂપે નવપલ્લવિત થયું. આજે શહેર વેપાર અને ઉદ્યોગોના સંદર્ભે મહદ્‍ સ્વરૂપે વૈવિધ્ય સભર બની રહ્યું છે.
  આજે શહેર ઘણું પંચરંગી બની ગયું છે. પહેલાંના સમય કરતાં પૈસાની વપરાશની બાબતે લોકોનો હાથ થોડો વધારે છૂટ્ટો પણ થયેલો જણાય. પહેલાં કરતાં આજનાં અમદાવાદમાં સાંસ્કૃતિક પ્રવ્રૂત્તિઓ પણ વધારે વ્યાપક પ્રમાણમાં થાય છે.જો કે આજે પણ અમદાવાદી તેનાં મૂલ્ય-આધારીત ખર્ચ કરવાની આગવી વિચારસરણીમાટે માન તો પામે જ છે.

  Liked by 1 person

 3. ઈશ્લામના શાસકોના નામથી જે શહેરના નામ પડયા એ બદલવા બહુ જ મુશ્કેલ છે. જેમાં અમદાવાદ અને ઔરંગાબાદ પણ આવે. ઔરંગઝેબ એટલો જનુની હતો કે એને મોગલ સામ્રાજયની પડતી માટે જવાબદાર લેખવામાં આવે છે. પૃથ્વી ઉપર ઈશ્લામના અનુયાયીઓ પોતાના બાળકનું નામ ઔરંગઝેબ નથી રાખતા પણ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નામ ઔરંગઝેબના નામ પરથી છે એ બધાને ખબર છે.

  Liked by 1 person

 4. વિહંગ વ્યાસંગી says:

  કર્ણાવતિ એ બહુ સારો વિકલ્પ કહી શકાય. પણ હાલમાં તો હિંદી અને અંગ્રજીમાં અમદાવાદને અમદાવાદ જ લખાય (રેલ્વે, વિમાન વગેરેની સમયસારણીઓમાં…) તો પણ ઘણુ સારૂ લાગે. એ બધી જગ્યાએ Ahmedabad કે अहमदाबाद લખવામાં આવે છે તે જરા પણ ગમતું નથી.

  Like

 5. Maharshi says:

  કર્ણાવતી જ હુલામણું નામ રાખવું જોઇયે. વિદેશીઓ એ આપેલું નામ એમના જ્ઞાનની સીમામાં અને એમની જનતાને સમજાય એ મુજબનું હતું અને છે. જે આજે પણ આપણી જેવા અનુસરે છે જે શોકની વાત છે. પણ કર્ણાવતી/અમદાવાદની તાશીર ને તો બીરદાવવી જ રહી.

  Like

 6. I have stayed manchester for 3 years and it really feels that you are in Ahmedabad!!

  Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: