About

ધવલ સુધન્વા વ્યાસ આ મારૂં પુરુ નામ છે. એક ગુજરાતી હોવાને નાતે નામ અને અટકની વચ્ચે પિતાનું નામ લખવામાં મને જરા પણ સંકોચ નથી, બલ્કે ગર્વ છે. મારો ભાષા સાથેનો પ્રેમ તો ઘણો જૂનો છે, પણ વિદેશની ધરતિ પર વસ્યા પછી વધુ ગાઢ થઇ રહ્યો છે. મારો જન્મ અમદાવાદ શહેરનાં ખાડીયા વિસ્તારની નાના સુથારવાડાની પોળ (ખરેખર તો નાનો સુથાર વાડો નામ હતું)માં થયો હતો જ્યાં મેં મારૂં બાળપણ વિતાવ્યું અને પછી અમે વસ્ત્રાપુર જઇ વસ્યા.

Advertisements

33 Responses to About

 1. સરસ. જાણીને આનંદ થયો કે તમે બ્લોગ પણ લખો છો..
  ૧. મારા વિચારો, મારી ભાષામાં – એ ટેગલાઇન કંઇ જાણીતી નથી લાગતી?
  ૨. તમારે જોડણી પ્રત્યે થોડું ધ્યાન આપવાની જરૂર છે!

  Like

  • ધવલ વ્યાસ says:

   હા સાચી વાત છે તમારી, એ ટેગ લાઇન જાણીતી છે, તમારા બ્લોગ પર જ વાંચી છે. પણ તમે મને કેમ પુછો છો? મેં ક્યાંય અજાણતામાં તે કોપી કરી છે કે શું? કોપીરાઇટ વાયોલેશન કર્યું તેમ લાગતું હોય તો જણાવવાની તમારી ફરજ છે, અને ફરજ કરતા વધારે હક્ક સમજજો.

   બાકી રહી જોડણીની વાત તો, તે તો તમારા જેવા વિવેચકોને જરા ધ્યાનથી વાંચવા માટેનું એક બહાનુ પુરુ પાડવા માટે પકી નથી કરતો.

   Like

 2. vkvora says:

  ધવલભાઈ, કેમ છો? મજામા છો ને? કોમ્પ્યુટર ઉપર ખાખાખોડા કરતા અહીં કોઈએ કોમેન્ટ લખેલ નથી એમ જાણવા મળ્યું. એટલે થયું લખી નાખું. આજ બુધવાર ૨૭.૦૫.૨૦૦૯. લી. વીકેવોરા.

  Like

  • ધવલ વ્યાસ says:

   અરે વોરા સાહેબ તમારા દુર્લભ દર્શન સાંપડ્યા ખરા છેવટે અમને. કેમ છો વડીલ? કઇ દુનિયામાં છો આજકાલ?

   Like

   • vkvora says:

    ગુજરાતી મીત્રો, આનંદો !, આનંદો !! ભગવદ્ગોમંડલ આખે આખું ડાઉન લોડ થઈ શકે છે. એની સાઈટ પર જઈ ડાઉન લોડ કરી વાંચો.

    Like

 3. Chirag says:

  પહેલીવાર તમારા બ્લૉગની મુલાકાત લીધી. વીકીપીડીયા મારફતે અહીં પહોંચ્યો…

  Like

 4. ભાઈ લંડનમાં જ છો તો આપણે ક્યારેક મળવાનું ગોઠવીએ? ગુજરાતી બ્લોગ જોઈ આનંદ થયો. હિમાચ્છાદિત લંડનની તસ્વીરો જોઈ. ભારત જવાને તૈયારી કરું છું- તડકો ખાવા સ્તો.

  Like

 5. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

  https://groups.google.com/forum/?fromgroups#!forum/netjagat

  Like

 6. ધવલભાઈ,
  આપણે બહાર તો મળતા રહીએ છીએ, પણ તમે મારે ઘરે આવ્યા અને પસંદ પડ્યું એમ્ કહેતા ગયા તે પછી તમને શોધ્યા અને તમારે ઘરે આવ્યો છું. ફરી મળશું.

  Like

  • દીપકભાઈ, તમારું સ્વાગત છે. જો કે તમે આવીને સંદેશો મુક્યો તેનો જવાબ આપવામાં પણ હું આટલો મોડો પડ્યો છું ત્યારે તમને સ્વાગત છે તેવું કહેતા પણ હું ક્ષોભ અનુભવું છું. ખરેખર તમારા ઘરે કંઈક વાત કરીને જવી હતી, પણ તમારા જેવા જ્ઞાની અને મુરબ્બીને શું કહું? તે જ અસમંજસમાં ખાલી દરવાજે ઘંટડી વગાડીને જતો રહ્યો. તમે કહો છો તેમ હવે અચાનક મુલાકાત થતી જ રહેશે. હવે આપણે પારકે ઘેર નહી પણ તમારા ઘરે કે મારા ઘરે મળતા રહીશું તે વાતનો આનંદ છે.

   Like

 7. ધવલભાઇ, તમને ‘જીપ્સીની ડાયરી’માં મળીને ઘણો આનંદ થયો. તમે અમદાવાદ – ખાડિયાના છો તે જાણી આનંદ બેવડો થયો! હું પણ અમદાવાદનો વતની છું અને ખાડિયા સાથે ખાસ પ્રિતી: અમદાવાદમાં ફક્ત બે વિસ્તાર એવા હતા જ્યાં તોફાનોની નાની સરખી આંચ ખાડિયા તથા અમારા ભદ્રને સ્પર્શી શકી નહોતી. વળી મારા ખાસ મિત્રો અને સંબંધીઓ પણ ખાડિયાના જ. વિરેન્દ્ર લાખિયા, જનક રાવળ, શ્રીરામજીની પોળના (ત્યાર બાદ ગાંધીનગર વસેલા) મયૂરભાઇ અને દુષ્યંતભાઇ (વ્યાસ) દિવાન – ઓ હો, કેટલી યાદો તાજી કરાવી તમે!

  આ વર્ષે લંડન આવવાનો વિચાર છે તો જરૂર મળવાનો પ્રયત્ન કરીશ.

  અને હા, તમારો બ્લૉગ જોયો અને ઘણો જ પ્રભાવિત થયો. રીસર્ચ તથા તર્કશુદ્ધ વિચારો વ્યક્ત કર્યા તે માટે અિનંદન.

  Like

  • કેપ્ટનસાહેબ, સૌભાગ્યતો મારું છે કે તમે મારા બ્લૉગની ફરી મુલાકાત લીધી અને તમને મારા નવા લખાણો પણ ગમ્યાં. તદ્દન સાચી વાત છે, ખાડિયા અને ભદ્ર એ બે જ એવા વિસ્તારો હતાં જેને તોફાનો સ્પર્શી નહોતા શક્યાં, અને જ્યારે જરૂર પડે ત્યારે આ વિસ્તારો જ સમાજસુધારામાં અને નગર સુધારામાં આગળ રહેતાં. કદાચ એટલે જ આપણા ખાડિયાના આટલા બધા બ્લૉગર્સ અહીં છે. હું પણ આ વર્ષે ઓગષ્ટમાં અમદાવાદ આવું છું, ત્યારે મળવાનો પ્રયત્ન કરીશ (આશા છે કે તમે ત્યારે અમદાવાદ હશો) અને જો ના મળી શકાયું તો તમે લંડન આવો ત્યારે અમારી મહેમાનગતી કરવાનું આગોતરું આમંત્રણ છે.

   Like

   • ધવલભાઇ, પત્રનો શિઘ્ર ઉત્તર આપવા માટે આભાર! ખરૂં તો હું છેલ્લા દસ વર્ષથી કૅલીફૉર્નિયામાં રહું છું. પંદર વર્ષથી ભારત જવાનો મોકો જ નથી મળ્યો. લંડન કોઇ વાર આવવાનું બને છે. આ વખતે આવીશ તો જરૂર મળીશ અને મળવા માટે ઇમેલ પણ કરીશ. તમને મળીને ઘણી ખુશી ઉપજશે.

    Like

 8. બ્લોગ વાંચીને આનંદ થયો. મળતા રહીશું.
  સસ્નેહ,
  ચિરાગ ઠક્કર ‘જય’

  Like

 9. શબદ રમીને હવે નિરાંતે તમારો પરિચય અહીં મેળવી બહુ આનંદ થયો. હવે ઈમેલ વધારે ફાવે છે. સમ્પર્ક કરશો તો એમાં અભિવૃધ્ધિ થશે.

  Like

 10. સોરી..
  શબદ રમત (પણ) રમીને….

  Like

 11. ASHOK M VAISHNAV says:

  બ્લૉગૉસ્ફીયરની શોધખોળાત્મક રખડપટ્ટીમાં તમારા બ્લૉગ પર પહોંચી આવવું એ વિકિસ્ત્રોત અને તેને લગતા ઇ-મૅલની આપલેને કારણે વધારે સુભગ સંયોગ બની રહ્યો.
  અશોક વૈષ્ણવ

  Like

  • આભાર અશોકભાઈ, આશા રાખું કે આ ફેરો તમને ફોગટ ના પડે.

   Like

   • ASHOK M VAISHNAV says:

    જે સંજોગોમાં [રીમૉટ] મુલાકાત થઇ, જે અનૌપચારકતાથી સંદેશાઓની આપલે થઇ શકી [ચૂકી] છે તે હિસાબે નથી તો આ પ્રથમદર્શી ફેરો નિષ્ફળ ગયો કે નથી તો ભવિષ્યમાં આ અંગે કોઇ અવઢવ નથી કારણકે હું આ સંબંધોને,at the minimum,જૂદી રીતે વિચારતા અને બીજાના વિચારોને સ્વિકારતા અને માણતા ગુજરાતી નૅટનાગરિકોના ડાયરાની દ્રષ્ટિએ જોઉં છું.
    આમાંના કેટલાક સંબંધો તેના યથોચિત સમયે મિત્રતામાં ફેરવાશે તો તે વધારાનો આનંદ બની રહેશે.

    Like

 12. આપને ફોલો તો કરું જ છું , પણ કમેન્ટ આપવાનું આજે બન્યું .

  ખુબ જ નીટ અને ક્લીન બ્લોગ ( લખાણ અને વિચારોથી પણ . . )

  Like

 13. keyur says:

  Wow….awesome gujarati blog by NRI.i am inspired by you and now i will also try my hand on wikipedia gujarati.
  i am living in small village near junagadh,even though internet give me chance to share my knowledge and help to update me.

  Like

  • Dear Keyur,
   Why not read વાંચનયાત્રા blog of Ashok Modhvadiya? Ashokbhai lives in Junagarh and he is very active in vikisrot. he may be very helpful to you

   Like

   • હા કેયુરભાઈ, અશોકભાઈ જુનાગઢમાં જ રહે છે. મારું ધ્યાન ગયું હતું કે આપ ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદિ (mailing list) પર પણ છો અને તે કારણે અનુમાન બાંધી દીધું હતું કે ગુજરાતી વિકિપીડીયામાં જોડાયા છો. અશોકભાઈનો સંપર્ક તમે ગુજરાતી વિકિપીડિયા પર પણ કરી શકો છો. વિકિપીડિયા અને વિકિસ્રોત બન્ને અસ્તિત્વમાં છે. વિકિપીડિયા માહિતીકોશ છે અને વિકિસ્રોત સાહિત્યસંગ્રહ છે. અને હા, માર્ચ મહિનાના છેલ્લા શનિ-રવિમાં અમે જુનાગઢ પાસે આવેલા રૂપાયતનમાં એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ, તેમાં પધારીને વિકિપીડિયા અને વિકિસ્રોતના અન્ય સભ્યો સાથે વાત કરવાનો મોકો પણ આપને મળશે.

    અને ભાઈ, એક વાત કહેવાની કે હું કાંઈ ખાસ લખતો નથી, મારાથી પ્રેરાવા જેવું તો કાંઈ જ નહિ. તમે આપણી પોતિકી ગુજરાતી ભાષામાં જ્ઞાનની વહેંચણી કરવાનું વિચારો છો તે જ સૌથી મોટી વાત છે.

    Like

 14. ધવલ ભાઇ ,મને પ્રતિભાવ આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર

  Like

 15. jagdish48 says:

  જુગલભાઈની પોસ્ટ પર વિસ્તૃત પ્રતિભાવ વાંચી આહી આવ્યો. ખાસ કરીને વીકીપેડીયા ગુજરાતીના સંદર્ભમાં વાત કરવી હતી. હજુ પુરતી તૈયારી નથી, ફરી મળીશ

  Like

 16. મને એકજ ડાયલોગ આવડે છે સરસ બ્લોગ છે… અત્યારે બીજા ના બ્લોગ ની અંદર ફસાયો છું… ક્યારેક તમારા બ્લોગની મુલાકાત ગોઠવાશે…અને તમને પણ ખબર પડશે કે ભાઈ આવી પહોચ્યા…

  Like

 17. મસ્ત says:

  ધવલભાઈ

  વાયા “વીકી ગુજરાતી” અહી આવ્યો ચડ્યો, મઝાનો બ્લોગ છે. તમે લખતા રહેજો અમે વાંચતા રહીશું.

  Like

 18. તમારી હાસ્ય દરબારની દ્વિ અર્થી શબ્દની કોમેન્ટ તમારા બ્લોગ સુધી લઇ આવી. બ્લોગ ભ્રમણ કરી ખુબ આનંદ

  થયો. તમે અમદાવાદ ખાડિયાના મૂળ વતની અને હાલ લન્ડનમાં રહી સાહિત્ય સર્જન કરો છો એ જાણી પણ

  આનંદ થયો .આપનો બ્લોગ ગમ્યો.

  હું પણ અમદાવાદ માં નારણપુરાનો મૂળ વતની છું. હાલ નિવૃત્તિ કાળમાં ૭૯ વર્ષની ઉમરે સપરિવાર

  સાન ડીયેગો,કેલીફોર્નીયામાં રહી ગુજરાતી બ્લોગ વિનોદ વિહાર (www.vinodvihar75.wordpress.com )

  મારફતે મારા ગુજરાતી ભાષાના શોખને પોષી રહ્યો છું. બ્લોગની જરૂર મુલાકાત લેશો એવી આશા.

  Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: