અધુરી કવિતાઓ

નાનપણમાં જ્યારે સ્કુલમાં ભણવાનું શરૂ કર્યું ત્યારે સૌ પ્રથમ ટરરર ટરરર ઢમ ઢમ ઢમ કવિતા ભણ્યાનું યાદ છે, તેની થોડી કડીઓ તો યાદ છે, પરંતુ આખી કવિતા ક્યાંય મળ્આતી નથી અને ખબર નથી કે તે હજુ અભ્યાસક્રમમાં છે કે નહી. કોઇને આખી કવિતા આવડતી હોયતો જરા અહીં પૂરી કરી આપશો? તે જ રીતે દલપતરામની અન્યનું તો એક વાંકું, આપનાં આઢાર છે પણ આખી યાદ કરવી છે, કોઇ મદદ કરી શકશે?

ટરરર ટરરર ઢમ ઢમ ઢમ
કરો રમકડા કૂચ કદમ
હાથીભાઇ તો આગળ ચાલે
પાછળ ઊંટ સવારી
ખડાક ખડદડ ઘોડા દોડે
ને શી છટા હમારી
…..

કુતરાની તો પૂંછડી વાંકી…
….
અન્યનું તો એક વાંકું, આપનાં આઢાર છે

2 Responses to અધુરી કવિતાઓ

  1. kumar says:

    ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
    ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

    બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;

    કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

    વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;

    ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

    સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ
    અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે

    source: http://sv.typepad.com/guju/lok_sahitya/

    Like

આપના પ્રતિભાવ જણાવશો.....