DjVu

આ DjVu એ મૂળ ફ્રેન્ચ શબ્દો Déjà vuનું ટૂંકાવેલું સ્વરૂપ છે. Déjà vuનો શબ્દશ: અર્થ થાય છે, ‘પહેલા જોયેલું’. આ શબ્દ મોટે ભાગે આપણે બધાએ ક્યારેકને ક્યારેક કરેલા એ અનુભવને વર્ણવવા માટે વપરાય છે, જેમાં આપણે વર્તમાનમાં જે ઘટનામાંથી પસાર થઈ રહ્યા હોઈએ, તે જ ઘટના આપણી સાથે પહેલા ઘટી ચુકી હોવાનો દૃઢ પણે અહેસાસ કરીએ છીએ. આ એક માનસિક સ્થિતિ જ છે, જેમાં કંઈ અસામાન્યતા કે ચિંતા કરવા જેવું નથી હોતું.

પણ, હું અત્યારે તે માનસિક સ્થિતિની કે એ Déjà vu અનુભવની વાત નથી માંડતો. આ DjVu કમ્પ્યૂટરની ફાઇલનો એક પ્રકાર છે. જેમ .jpg, .pdg, .png, .gif, .doc, વગેરે ફાઇલ એક્સ્ટેન્શન્સ છે તેમ જ .DjVu પણ એક ફાઇલ એક્સ્ટેન્શન છે. આ એક્સ્ટેન્શન સ્કેન્ડ ઇમેજીસ સાથે સંકળાયેલું છે. જેમ કોઈ કાગળને સ્કેન કરીને સામાન્યત: તેને .pdf ફોર્મેટમાં સેવ કરતા હોઈએ છીએ તે જ રીતે આ .DjVu ફોર્મેટમાં સેવ કરી શકાય છે. આ ઉપરાંત તે ઓપન ફાઇલ ફોર્મેટ છે અને તેના ડેવલપર્સ તેને ઓપન સોર્સ તરિકે વહેંચે પણ છે. હવે આ બધી ટેકનીકલ વસ્તુઓનો અર્થ એમ થાય કે આ સરળતાથી ઉપલબ્ધ અને મફત મળતું ફાઇલ એક્સ્ટેન્શન છે. .DjVu ફાઇલો ખોલવા માટે વિવિધ સોફ્ટવેર્સ ઉપલબ્ધ છે, અને બ્રાઉઝર પ્લગ-ઇન્સ પણ ઉપલબ્ધ છે, જે જો તમે તમારા બ્રાઉઝર (ઇન્ટરનેટ એક્સ્પ્લોરર, મોઝિલા ફાયરફોક્સ, ઓપેરા, ગુગલ ક્રોમ, વગેરે)માં ઇન્સ્ટોલ કર્યું હોય તો જેમ .pdf ફાઇલ તમારા બ્રાઉઝરમાં જ ખુલે છે, તેમ આ ફાઇલ પણ તમે ખોલી શકો. હવે પ્રશ્ન ઉઠે કે જો તેમાં અને pdfમાં ફેર ના હોય તો શું કામ આ વાપરવું? તો જવાબ છે, કે તે બંનેમાં ફેર છે. સીધો સાદો ફરક એ કે આ ફોર્મેટમાં બનાવેલી ફાઈલનું કદ pdf અને jpgની સરખામણીએ નાનું હોય છે. અને સામ્યતા એ છે કે આમાં પણ ટેક્સ્ટ સર્ચ અને OCR (ઑપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન)ની સુવિધા તો ઉપલબ્ધ છે જ. એટલે બધી રીતે સ્કેન કરવામાં આવતી ઇમેજીસ માટે આ સારામાં સારું ફાઇલ ફોર્મેટ છે. pdf ફાઇલોને સહેલાઈથી DjVuમાં ફેરવી શકાય છે.

હવે મૂળ મુદ્દા પર આવીએ. આ નામે વિકિસ્રોતમાં એક એક્સ્ટેન્શન છે જેની વાત હું અહીં કરવાનો છું. હવે પાછું થશે કે આ વિકિસ્રોત વળી શું છે? તમે સહુએ વિકિપીડિયા તો સાંભળ્યું જ હશે, અને ગુજરાતી બ્લૉગ વાચકોને ખ્યાલ હશે જ કે ગુજરાતી ભાષામાં પણ વિકિપીડિયા છે, જેમાં ૨૨,૦૦૦થી વધુ લેખો છે. આ વિકિપીડિયાનો ભાઈ કે બહેન જે કહો તે વિકિસ્રોત, જે મૂક્ત સાહિત્યકોશ છે. એટલે કે સાહિત્યની એવી કૃતિઓ કે જેના પર હવે કોઈ પ્રકાશનાધિકારો રહ્યા નથી, તેનો સંગ્રહ. અમે (હું, અશોકભાઈ અને અન્ય ગુજરાતી વિકિપીડીયનો) ત્રણ વર્ષથી ગુજરાતી વિકિસ્રોતની માંગ કરી રહ્યા હતાં, જે ત્રણ દિવસ પહેલા સંતોષાઈ અને ૨૭ માર્ચના દિવસે ગુજરાતી વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું. અમે લોકોએ ત્યાં ૧૦૦૦થી વધુ કૃતિઓ પહેલેથી જ સંગ્રહી રાખી છે, જેમાં મહદંશે ભજનો, આરતિઓ, સ્તોત્રો, ગરબા, લોકગીતો જેવી જનસહજ કૃતિઓ છે. પણ આ ઉપરાંત અમે ત્યાં ગાંધીજીના પુસ્તકો ચઢાવવાનું પણ શરૂ કર્યું. પહેલી કૃતિ અમે લીધી રચનાત્મક કાર્યક્રમ જે સહકાર્ય વડે ફક્ત પાંચ જ દિવસમાં અમે સુશાંતભાઈ સાવલાના માર્ગદર્શન હેઠળ પૂરી કરી અને હાલમાં અશોકભાઈની રાહબરી હેઠળ અમે સત્યના પ્રયોગો પર કાર્ય કરી રહ્યા છીએ.

સ્વાભાવિક રીતે જ પુસ્તકને ડિજીટાઇઝ કરવાનો એક જ માર્ગ છે, તેને ટાઈપ કરવું. અંગ્રેજી અને અન્ય રોમન સ્ક્રિપ્ટમાં લખાતી ભાષાઓને ફાયદો થયો છે OCR સોફ્ટવેર્સનો, જેમાં સ્કેન ઇમેજમાં રહેલું લખાણ આપોઆપ ઇમેજ સ્વરૂપે ન રહેતા ટેક્સ્ટ સ્વરૂપે ફેરવાઇ જાય છે. પણ આપણી ભારતીય ભાષાઓ માટે આવું કોઈ અસરકારક OCR સોફ્ટવેર ઉપલબ્ધ નથી. માટે આપણે ના છૂટકે ટાઈપ કરીને જ ગુજરાન ચલાવવું પડે. આમ કરવા માટે બે જ રસ્તા છે, પુસ્તક સાથે લઈને બેસો, અને તેમાંથી જોઈ-જોઈને ટાઇપ કરો. મારા જેવા જેની પાસે પુસ્તક ના હોય તેને અશોકભાઈ જેવા સેવાભાવી લોકો સ્કેન કરીને ઇમેજ મોકલે અને અમે પ્રિન્ટ કરી, તે પ્રિન્ટઆઉટમાં જોઇજોઇને ટાઇપ કરીએ. આમ કરવામાં ગરદન ઉંચેનીચે કરવી પડે. જો એવું ના કરવું હોય તો મારા જેવા લોકો એક સાથે બે વિન્ડો ખુલ્લી રાખી એક બાજુ સ્કેન્ડ ઇમેજ રાખે અને બીજી બાજુ વિકિસ્રોત ખુલ્લું રાખે જેમાં ટાઇપ કરીએ. આમ, એક જ સ્ક્રીન પર મૂળ સ્રોત અને તેનું નવું ગંતવ્ય બંને દેખાય, ગરદનને ઓછો શ્રમ પડે. આ જ કામ જરા અલગ રીતે કરવા માટે અમારા આ વિકિસ્રોતમાં એક સુવિધા છે જેને કહે છે પ્રૂફ રીડ એક્સ્ટેન્શન. તેમાં આ DjVu કે pdf ફાઇલો અપલોડ કરીને તેને વિકિસ્રોતમાં જ એક બાજુએ રાખીને બાકીના અડધા સ્ક્રીનમાં ટાઇપ કરવાની સગવડ આપવામાં આવે.

How I digitise

સ્કેન ઇમેજને ટાઇપ કરવાની મારી પદ્ધતિ

Screenshot of DjVu extension

DjVu એક્સ્ટેન્શનનો ઉપયોગ કરીને બનાવેલું મલયાલમ વિકિનું પુસ્તક

જે લોકો પારંપરિક રીતે ચોપડી કે કાગળો જોઈને ટાઇપ કરતા આવ્યા છે તેમને આ સુવિધા આશીર્વાદ સમાન લાગે, પણ મને મારી ગોઠવણમાં અને આ સુવિધામાં કોઈ ફેર જણાતો નથી. ઉલટાનું હું મારી ગોઠવણ વધુ સુવિધાજનક માનું છું. કારણકે ટાઇપ થઈ ગયા પછી, જે તે પાનું એકદમ સ્વચ્છ દેખાય છે, અને લખાણ આખા સ્ક્રીન પર વહેંચાયેલું હોય છે. જ્યારે પ્રૂફ રીડ એક્સ્ટેન્શન વાપરીને બનાવેલા પુસ્તકમાં અડધો સ્ક્રીન ઇમેજ રોકે અને અડધા સ્ક્રીનમાં ટાઇપ કરેલું લખાણ દેખાય. મારા મનને આ ફુવડ વસ્તુ લાગે છે (ઉદાહરણ તરીકે અંગ્રેજી વિકિસોર્સનું આ પાનું જુઓ). પણ સાથે સાથે એનો એક ફાયદો એ છે કે તેમાં ટાઇપિસ્ટે કરેલી ભૂલ ભવિષમાં જો કોઈ અન્ય વ્યક્તિ પ્રૂફ રીડર તરીકે કામ કરતી હોય તો તેની પાસે પુસ્તક ના હોવા છતાં તે પ્રૂફ રીડ કરી શકે છે. જ્યારે મારા કેસમાં જે પ્રકરણ અશોકભાઈએ મને ના ફાળવ્યું હોય કે જેની કોપી મને સ્કેન ના કરી હોય તેનું પ્રૂફ રીડીંગ હું કરી શકું નહી, કેમકે મારી પાસે મૂળ સ્રોત ના હોય. પણ જો તેમાં પણ મારી ગાંધીજીના અગિયાર મહાવ્રતોમાંના એકને અનુસરતા હોઈએ, તો “જાતે મહેનત”ના સૂત્રને અનુસરીને આપણે કરેલા ટાઇપિંગનું પ્રૂફ રીડ પણ જો આપણે જ કરી લઈએ તો આ બધી ઝંઝટમાંથી ટળી શકીએ છીએ.

જો તમે વિકિપીડિયામાં કામ કરતા હોવ તો તમને વિકિસ્રોતમાં પણ આમંત્રણ છે, જો ના કરતા હોવ તો તમને વિકિપીડિયા અને વિકિસ્રોત બંનેમાં જોડાવા માટે આમંત્રણ છે. અને જો તમને જોડાઈને યોગદાન કરવામાં રસ ના હોય તો એટલિસ્ટ અમે કરેલી મહેનતનો લાભ ઉઠાવવા માટે ભાવભર્યું આમંત્રણ છે. અમે રાંધ-રાંધ કરીશું અને કોઈ જમશે નહી તો શું કામનું?

અને હા, જો તમે વિકિસ્રોતમાં યોગદાન કરતા હોવ તો આ લેખ વાંચ્યા પછી આ DjVu એક્સ્ટેન્શન વિષે વધુ જાણકારી મેળવવા માટે મારો સંપર્ક અહિં કે મારા વિકિસ્રોત અને વિકિપીડિયાના ચર્ચાનાં પાનાં પર કરી શકો છો. તથા વધુ વાંચન માટે શીજુ એલેક્સનો આ બ્લૉગ વાંચવો. ગુજરાતી વિકિસ્રોતના સભ્યોને જો આ એક્સ્ટેન્શન ઉપયોગી જણાય તો મને ત્યાં જણાવવા વિનંતી, આપણે તે વિષે વધુ ચર્ચા કરીને તે માટે ઘટતું કરી શકીએ.

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

18 Responses to DjVu

  1. બહુ સારી માહિતી આપી છે. હું પણ ટ્રાય કરી જોઇશ. આમ તો DjVuમામ પુસ્તકો ડાઉનલોડ કરીને વાંચ્યાં છે, પન ટેકનિકલ બાબતોની ખબર નહોતી.

    Like

    • દીપકભાઈ, તમે ટ્રાય કરો તો અનુભવ જણાવશો. અને હા, તમે તો ગાંધીને ઘણો વાંચ્યો છે, તો એમના અન્ય પુસ્તકો પણ તમારા ધ્યાને હોય જે, આપણે ગુજરાતીઓને સહજ ઉપલબ્ધ કરાવવા જેવા લાગે તે જણાવશો તો અમે સહુ મિત્રો (અને જો તમે જોડાવ તો તમે પણ) મળીને તે પુસ્તક પણ વિકિસ્રોત પર છાપીશું.

      Like

  2. શ્રી. ધવલભાઈ, સૌ પ્રથમ તો મારી એક કલાકની મહેનત પર, આ કાળઝાળ ગરમીમાં, બરફનું ઠંડુ પાણી ફેરવવા બદલ આભાર !! 🙂 મેં સ્રોત વિષે માહિતી આપતું લખાણ કરી લીધું પછી અહીં ધ્યાન પડ્યું ! અને મને મારું રાંધેલું સાવ મોળું લાગ્યું !! ખરે જ ’ગાગરમાં સાગર’ કહેવાય તેવો, લગભગ બધા જ જરૂરી પાસાને આવરી લેતો, માહિતીલેખ આપે આપ્યો છે. હવે હું તો કશું જ ડહાપણ ન ડહોળતાં માત્ર આ લેખ વાંચવા પધારવાનું આમંત્રણ જ મારા સૌ મિત્રોને પાઠવી દઉં છું.

    માત્ર મારો અનુભવ વર્ણવવા પ્રયત્ન કરું તો, આપણે જે રીતે સાથે મળીને કાર્ય કર્યું, અને હવે બીજી પરિયોજના પર કરીએ છીએ તે ખરેખર આનંદદાયક અને અવિસ્મરણીય બની રહેશે. સૌ મિત્રોનો ઉત્સાહ જોતાં લાગે છે કે એક માસથી એ વહેલાં આપણે “આત્મકથા” પૂર્ણ કરીને વળી કોઈક નવું પુસ્તક હાથ ધરીશું.

    DjVunનું તો નામ પણ મેં હમણાં જ સાંભળ્યું તેથી એ વિષયે તો કંઈ વાત ન મેલી શકું, કિંતુ જાણકાર મિત્રો આપણને તેના લાભાલાભની વધારે માહિતીઓ આપશે તેવી આશા રાખું. આભાર.

    Like

    • એ ભાઈ, આવું ના ચાલે હોં! આમ પાણીનું નામ લઈને પાણીમાં બેસી જાવ તે બિલકુલ ચલાવી લેવામાં નહી આવે. તમારું લખાણ વાંચવાની મજા જ કંઈ ઓર હોય છે, એટલે તમે બીબેઢાળેલું હવે છાપ્યે જ છુટકો…

      અને હા, ચોક્કસ, જે રીતે આપણું સહકાર્ય આગળ વધિ રહ્યું છે તે જોતા તો લાગે જ છે કે આ કામ ચોક્કસ એક મહિના કરતા ઓછા સમયમાં આટોપાઈ જશે. અને ખેટે ખોટો મને ચણાંના ઝાડ પર ના ચઢાવો બોસ (અમદાવાદી ભાષા)..

      Like

  3. પિંગબેક: ક્યાં ખોવાયા છો ? (વિકિસ્રોત અને ગાંધીજી) | વાંચનયાત્રા

  4. vkvora Atheist Rationalist says:

    પાણીમાં બેસી જાવ તે બિલકુલ ચલાવી લેવામાં નહી આવે

    Like

  5. અમે જમવા આવશું 🙂
    ગુજરાતી વીકીસ્ત્રોત મેળવવા માટે અભીનંદન.

    Like

    • આવો, આવો, ક્યારે આવો છો તે કહો! અને હા, અમે વિકિસ્રોત પર તો સાહિત્ય પિરસવા માંડ્યું જ છે, તેનો રસસ્વાદ માણવા અને (જો ઈચ્છા હોય તો) રસોઈ બનાવવા માટે પણ પધારવા ભાવભીનું આમંત્રણ છે…! શું કહો છો અશોકભાઈ?

      Like

  6. jjkishor says:

    જય જય ગરવી – ને નરવી પણ – ગુજરાત / તી !

    તમે સૌ યુવાનો (નરવા, તરો તાજા) આવું મહાકાર્ય કરવા ‘આંખમાં તેલ આંજી’ને મંડ્યા છો એનું ગૌરવ છે. આજનો આ ‘સ્રોત’ આવતી કાલે ઝરણમાંથી મહાનદ બનશે જ તેની ખાત્રી છે.

    સૌને ધન્યવાદ સાથે આભાર.

    Like

    • ખુબ ખુબ આભાર જુગલકિશોરભાઈ, તમારા જેવા મુરબ્બીના આશીર્વાદ અમને સાંપડ્યા છે તે અમારૂં સૌભાગ્ય છે. તમે ભાષાના જ્ઞાની છો, અમારા પર નજર રાખતા રહો અને અમે જો ક્યાંય ભૂલ કરીએ તો અમને ટકોર કરતા રહો તો સારું.

      Like

  7. ધવલભાઈ, સાચું કહ્યું, શ્રી.અતુલભાઈને આમંત્રણ હોય જ.
    શ્રી.જુ.ભાઈ જેવા વિદ્વાન વડીલનાં આપણને આશીર્વાદ મળ્યા છે, આપણો ઉત્સાહ વધ્યો. ધન્યવાદ.

    અને હા, પછી મેં કરકસર કરીને થોડું પીરસ્યું ! 🙂 આભાર.

    Like

  8. આપણે પણ વિકિસ્રોતમાં .djvu નો પ્રયત્ન કરીશું…

    Like

  9. ASHOK M VAISHNAV says:

    DjVuએ એક મુક્તસ્રોત ઍપ્લીકેશન છે તે ખરૂં પણ માઇક્રૉસૉફ્ટની ઑફિસની સામે જેટલી સનની ઑપન ઑફીસ પ્રચલિત થઇ છે, તેટલી પ્રચલિત હજૂ થ ઇ હોય તેવું નથી જણાતું.
    ધવલભાઇના વાંચક થવાનું શરૂ કર્યું ત્યારે જ મારા જેવા એ તો પહેલીવાર આ નામ સાંભળ્યું. ધવલભાઇ જેવા તેને ભોજનથાળમાં હોવું જોઇએ તેવું વ્યંજન કહેતા હોય ત્યારે DjVu ની સાઈટ પર જઇને નજર તો નાખવી જ જોઇએ તે હિસાબે ત્યાં લટાર પણ મારી, પણ ઍક્રૉબૅટ્ની પીડીએફ કરતાં સરળ હોય તેવું કંઇ જણાયું નહીં.[આ ધવલભાઇ પણ પાકા ઘડાઓને કાંઠા ચડાવવાની મમત ક્યાં લઇ બેઠા?]
    ધવલ્ભાઇ એ આટલું વાંચીને ભવાં સંકોચીને બાંયો ચડાવવાની પ્રેરવી કરવી નહીં.કહે છે ને કૂકડાની પહેલી બાંગે આંખ ન ખૂલે તેથી કંઇ સવાર નથી થઇ તેવું થોડું છે!

    Like

    • મુરબ્બી શ્રી અશોકભાઈ, સૌપ્રથમ તો આભાર કે તમે મને વાંચ્યો. અને એટલેથી નહિ અટકતા તમે DjVuની સાઈટ પર જઈને વધુ માહિતી પણ મેળવી. અને ભાઈ હું પણ ભલે પાકો ઘડો ના હોઉં પણ કાચા ઘડામાં ગણાઉં એવો પણ નથી રહ્યો એટલે આ કાંઠલા ચડાવવાનું તો મને ય સાલું કઈ ફાવે એવું નથી. અને ભલે આંખ ખુલે કે નાં ખુલે, સવારનું અજવાળું થાય કે ના થાય, આપણે તો કુકડો બોલે એટલે ભયોભયો!

      Like

  10. ASHOK M VAISHNAV says:

    Whilst on the subject, I have recieved an advt. mail from ProZ.com to promote DjVu.
    That raises following issues in my mind:
    1.ProZ is a portal realting to Translators. Therfore DjVu being promoted by ProZ ought to have some great beneficial characterstics for the transalting community. What that can be?

    2. I am used to converting Word or spreadsheet files into PDF directly from either OpenOffice of MS Office itself.And of course, Acrobat Reader has been free from ages. Hence I have no idea about the economic comparision of cost and benefits of both applications. Has anyone created this kind of anaysis?

    3. Is it that DjVu has become aggressive at this stage or it is a mere coincidence that I got to read your article and this advt. almost together, and that too first time ever.

    May I use your knowledge on the subject to get inputs to these issues , in rather easy way than researching on my own?

    Like

    • 1. I don’t see any such great benefit of one over the other, specifically for the translator community.

      2. Costwise, both are free, so again, no benefit of one over the other. DjVu is free software, not onlys oftware, code is free, so anyone can modify. So it is a prefered version for the developer community. As you stated, if you are using OpenOffice (i think its of Google, not MS) you can anyhow convert your office files into PDF for free. Reader has been free, but Acrobat’s writer is non-free software and people need to buy it. However, there are free applications developed as well, where you can convert files outside OpenOffice to PDF, so again, djvu and pdf are at par here too.

      3. I see it as mere coincedence that you came across these 2 things at the same time. I wrote about it in March, and Proz has sent you mail now. It is in air probably because it is getting more popular, nothing else.

      Like

આપના પ્રતિભાવ જણાવશો.....